Breaking News
નકલી મૂર્તિઓ વેચવાના આરોપસર ભારતીયને અમેરિકામાં જેલ * * * * ભાજપ મહારાષ્ટ્રમાં ૧૦૦થી વધુ બેઠકો જીતનારો ૨૪ વર્ષમાં પહેલો પક્ષ * * * * મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાશે, જીત કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગેકૂચ ઃ અમિત શાહ * * * * મુંબઇમાં સિંગાપૌર એરલાઇન્સના વિમાનને ઉતરાણ વખતે અકસ્માતઃ ૨૨ ગાયલ

Latest Ahmedabad News

૧૦૩ ડોલર આપી ગઠિયાએ યુવાન પાસેથી રૃા. ૨.૩૦ લાખ પડાવ્યા

October 24 at 7:14pm

રાણીપમાં રહેતા યુવાને રૃપિયા ૨.૩૦ લાખ અમેરિકન ડોલર મંગાવ્યા હતા. ગઠિયાએ મીરજાપુર કોર્ટ પાસેેે યુવાનને બોલાવીને છ હજારના ૧૦૩ ડોલર કાગળમાં લપેટીને આપીને રૃપિયા ૨.૩૦ લાખ પડાવીને પલાયન થઇ ગયો હતો. આ અંગે શાહપુર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...
More...
તહેવારોના કારણે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓને તડાકો : ભાડાં બે ગણાં વધ્યાં

October 24 at 7:13pm

દિવાળીના તહેવારોને લઈને ટ્રાફિકમાં જબ્બર વધારો થયો છે. અમદાવાદથી બહારગામ જવા વાળા મુસાફરોની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોએ દોઢાથી ડબલ ભાડાં કરી નાખ્યાં છે. આમ છતાં સીટો મળતી નથી...
More...
તહેવારો પર વધારવાના બદલે બસો ઘટાડવાનો નિર્ણય

October 24 at 2:00am

અમદાવાદના લોકો સમયસર બસો મળતી ના હોવાથી પબ્લીક ટ્રાન્સપોર્ટેશનથી અળગા થવા માંડયા છે. અગાઉના વર્ષોમાં દિવાળી, બેસતુવર્ષ અને ભાઇબીજના તહેવારો પર રૃટીન કરતાં વધુ બસો રોડ પર દોડાવવામાં આવતી હતી અને તહેવારો બાદ તેના સત્તાવાળાઓ કેટલી આવક વધી તેના આંકડાની પ્રેસનોટ ઇશ્યુ કરતા હતા. હવે ઉલટી ગંગા વહે છે. એએમટીએસ અને બીઆરટીએસના સત્તાવાળાઓએ તહેવારો પર જ બસો ઘટાડવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે...
More...
અમદાવાદમાં મહાવીર સ્વામીની ભવ્ય નિર્વાણ કલ્યાણક રથયાત્રા યોજાઇ

October 24 at 2:00am

અહિંસા અને અનેકાંતવાદ જેવા અમૂલ્ય સિદ્ધાંતોનું પ્રદાન કરીને જગતને મોક્ષ મેળવવાનો સાચો માર્ગ બતાવનારા ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણકલ્યાણક રથયાત્રા આજે ભવ્ય રીતે નીકળી હતી. આજે દિપાવલી પર્વના શુભ દિવસે 'જૈનં જયતિ શાસનમ્'ના ગગનભેદી નારાઓ વચ્ચે ટીલક નગર-પાલડીથી મહાવીર સ્વામી પરમાત્માના ૨૫૪૦મા નિર્વાણ કલ્યાણકની રથયાત્રાનો પ્રારંભ થયો હતો...
More...
નવા ઉત્સાહ અને નવા જોમ સાથે આજે બેસતાવર્ષની ઉજવણી

October 24 at 2:00am

શહેર સહિત રાજયભરમાં પ્રજાજનોએ આજે ભારે હર્ષોલ્લાસ અને ખુશીઓના વાતાવરણ વચ્ચે ફટાકડાની જોરદાર આતશબાજી, ટમટમતા દિવડાઓના પ્રકાશ અને પ્રેમભર્યા અંતરના ઉજાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. દિવાળીને લઇ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો હતો. દિપાવલી પર્વ નિમિતે સૌકોઇએ એકબીજાને દિલથી શુભેચ્છા પાઠવી હતી અને મોબાઇલ મારફતે મેસેજ, વોટ્સ એપ સહિતની એપ્લીકેશન દ્વારા દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવતા સંદેશાઓનો મારો ચલાવ્યો હતો...
More...

Ahmedabad  News for Oct, 2014