ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> મહેસાણા >> બેચરાજીSelect City

બેચરાજી

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • બેચરાજી વિધાનસભા બેઠકની ચુંટણીમાં ત્રિ -પાંખીયો જંગ જામશે

    મહેસાણા,


    મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક નવા સમિકરણ મુજબ સૌ પ્રથમ વાર વિધાનસભામાં એન્ટ્રી કરશે. જેમાં અગાઉ જોટાણાની સીટને રદ કરી તેને બેચરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ચાણસ્માની સીટ પાટણમાં જતાં બેચરાજી-મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની બેઠકમાં ગણના થઈ છે. આગામી ૨૦૧૨ની બીજા તબક્કામાં થનાર ચુંટણીમાં બેચરાજી વિધાનસભાની બેઠક માટે કુલ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

મહેસાણા તાલુકાના ૭૨ ગામ અને બેચરાજીના બાવન ગામ નવી બેઠકમાં સમાવાયા છે. મહેસાણા બેઠકના ૧૪ ગામ આ સીમાંકનમાં આવ્યા છે.પાટણ બેઠકના બે ગામ તેમજ મહેસાણાનો ગ્રામ્ય વિસ્તાર આ બેઠકમાં સમાવાયો છે. નવા સીમાંકન બાદ પહેલી વખત આ બેઠક પર ચૂંટણી યોજાશે.બેઠકમાં કુલ ૧૨૨ ગામ સમાવવામાં આવ્યા છે. મોઢેરા, જોટાણા બલોલ, જગુદણ જેવા ગામો આ બેઠકમાં ભળ્યાં છે.મહેસાણાના વીરતા, ગોરાદ, ખરસદા, રૃપાલ, હરિપુર, પાલોદર, પીલુદરા, પાલેજ, ગમાનપુરા, બલિયાસણ, કુડાલી, કરસનપુરા, પાંચોટ રામોસણા જેવા ગામો સમાવવામાં આવ્યા છે.
 
બેઠકમાં કોનો કેવો પ્રભાવઃ
બેચરાજીની બેઠકમાં જિલ્લા પંચાયતની આઠ બેઠક આવે છે. જેમાંથી પાંચ ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે છે. બંને તાલુકા પંચાયતની કુલ ૩૪ બેઠક છે તેમાં ભાજપ પાસે ૨૨ અને કોંગ્રેસ પાસે ૧૨ બેઠક છે. બેચરાજી તા.પં.ની કુલ ૧૫ બેઠકોમાંથી ભાજપ પાસે નવ અને કોંગ્રેસ પાસે પાંચ બેઠક છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

એસસીઃ ૩૧૭૭૬

એસટીઃ ૬૫

મુસ્લીમઃ ૭૨૦૦

ઠાકોરઃ ૫૯૫૦૦

રબાીઃ ૧૨૦૦૦

ચૌધરીઃ ૭૬૪૯

ઓબીસી- અન્યઃ ૮,૫૦૦

લેઉઆઃ ૨,૧૦૦

કડવાઃ ૫૧,૦૦૦

બ્રાહ્મણઃ ૪,૭૦૦

જૈનઃ ૧,૬૫૦

દરબારઃ ૪,૧૦૦

અન્ય-સામાન્ય ઃ૧૨,૦૦૦

 

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

બેચરાજીની બેઠકમાં જિલ્લા પંચાયતની આઠ બેઠક આવે છે. જેમાંથી પાંચ ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે છે. બંને તાલુકા પંચાયતની કુલ ૩૪ બેઠક છે તેમાં ભાજપ પાસે ૨૨ અને કોંગ્રેસ પાસે ૧૨ બેઠક છે. બેચરાજી તા.પં.ની કુલ ૧૫ બેઠકોમાંથી ભાજપ પાસે નવ અને કોંગ્રેસ પાસે પાંચ બેઠક છે.