Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના ગઠિયાએ કાર મંગાવી ગીરવી મુકીને ગાયબ થઈ ગયો

- OLX પર કાર ભાડે આપવાનું ભારે પડયું

સુરતના સોફટવેર એન્જિનિયરને રૃા. ૩૦ હજાર ભાડાનું પ્રલોભન આપી રૃા. ૨૦ હજાર એડવાન્સ પણ આપી રૃા. ૪ લાખની કારનો વહીવટ કરી નાંખ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

વરાછામાં રહેતા રાજસ્થાની સોફટવેર એન્જીનીયરને ઓએલએક્સ ઉપર કાર ભાડે આપવાની જાહેરાત મુકવાનું ભારે પડયું હતું. અમદાવાદના ગઠીયાએ પોતાનું ખોટું નામ આપી રૃ. ૩૦,૦૦૦ મહિને ભાડાની વાત કરી ડ્રાઈવર પાસે કાર મંગાવી બાદમાં કાર ગિરવે મૂકી દીધી હતી અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ વરાછા ઝોન ઓફીસની સામે દિવાળીબા ચેમ્બર્સના ચોથા માળે ઘર નં. ૪૦૫ માં રહેતા યોગેશભાઈ અશોકકુમાર શર્મા પૂણા ખાતે સોફટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. તેમના મોટાભાઈએ ખરીદેલી રૃ. ૪ લાખની કિંમતની મોબીલીયો કાર (નં.-જીજે-૦૫-જેએચ-૨૯૧૩) તે ભાડે આપતા હતા અને તે માટે તેમણે ઓએલએક્સ ઉપર જાહેરાત પણ મૂકી હતી.

ગત ૧૫ ઓક્ટોબર, ૨૦૧૭ ના રોજ એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ અમદાવાદના યશ પટેલ તરીકે આપી ઓએલએક્સ ઉપર મૂકેલી જાહેરાત અંગે વાત કરતા યોગેશભાઈ સાથે ભાડા કરાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યશ પટેલે મહિને રૃ. ૩૦,૦૦૦ ભાડું અને ડ્રાઈવર-ડિઝલનો ખર્ચ પોતે ભોગવશે તેમ કહેતા. યોગેશભાઈએ યશ પટેલ પાસે ગુમાસ્તાધારાનું લાયસન્સ મંગાવ્યું હતું. યશ પટેલે ગુમાસ્તાધારાનું લાયસન્સ વ્હોટસએપ ઉપર મોકલી આંગડીયામાં રૃ. ૨૦,૦૦૦ એડવાન્સ પણ મોકલી આપ્યા હતા.

ત્યારબાદ યશ પટેલે ડ્રાઈવર જીતેન્દ્ર કિશનભાઈ સોલંકીને સુરત મોકલી કાર મંગાવી લીધી હતી. ગત ૧ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ યશ પટેલે યોગેશભાઈને વ્હોટસએપ ઉપર મેસેજ કરી કહ્યું હતું કે હું બહારગામ જાઉં છું હવે કારનો વહીવટ બીજો વ્યક્તિ કરશે. ત્રણ દિવસ બાદ તેનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો. આ અંગે જ્યારે યોગેશભાઈએ ડ્રાઈવર જીતેન્દ્રને પૂછતાં તેણે યશ પટેલને ઓળખતો નહીં હોવાનું જણાવ્યું હતું.

યોગેશભાઈએ પોલીસ કેસ કરીશ તેમ કહેતા જીતેન્દ્ર સોલંકીએ યશ પટેલ નામ સહજાદ ફારૃકભાઈ તેલવાલા (રહે. ૧૮૬૬, બાવાજીની પોળ, માતરબાની પોળ પાસે, જમાલપોર, અમદાવાદ) એ ધારણ કરી તેમની કાર મેળવી વિષ્ણુ સીસોદીયાને ત્યાં ગીરવે મૂક્યાની વાત કરી હતી. યોગેશભાઈએ યશ પટેલ ઉર્ફે સહજાદની શોધખોળ કરી હતી પણ તે મળ્યો ન હતો. આખરે આ અંગે યોગેશભાઈએ ગતરોજ સહજાદ તેલવાલા અને જીતેન્દ્ર સોલંકી વિરુધ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ. એન. જાનીએ વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments