Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલ્થ ટીટ્સબીટ્સ - મુકુન્દ મહેતા

ડાયાબિટીસથી ચેતતા રહો

લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય ત્યારે સુગરને કારણે તમારી આંખોમાં રહેલું પ્રવાહી ઓછું થઈ જાય તેથી આંખે ઝાંખપ આવે

વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ૬૫ લાખથી પણ વધારે છે. ભારતમાં પુખ્ત વયની ચાર વ્યક્તિઓમાંથી એકને પોતાને ડાયાબિટીસ થયો છે તેની ખબર જ નથી માટે તેમને ડાયાબીટીસ થયો છે અથવા થવાનો સંભવ છે કે નહિ તે ૪૦ વર્ષથી ઉપરની દરેક વ્યક્તિએ જાણવું ખૂબ જરૃરી છે.

જો તમને નીચેના કોઈ પણ ચિન્હો હોય તો વહેલી તકે નજીકની 'એક્રેડિટેડ પેથોલોજી લેબોરેટરી'માં જઈને સવારે ભૂખ્યા પેટે અને જમીને બે કલાક પછીના લોહી અને પેશાબની તપાસ કરાવી લેશો જેથી સમયસર તમને ડાયાબિટીસ થયો છે કે નહીં તેની ખબર પડે અને તેને માટે સારવારના અગમચેતીના પગલા લઈ શકાય.

૧. તમારે વારે વારે બાથરૃમ જવું પડે :

દિવસે તમને ખ્યાલ ન આવે પણ રાત્રે વારે વારે બાથરૃમ જવા ઉઠવું પડે. આનું કારણ લોહીમાં સાકર વધી જાય ત્યારે તમારી કિડની બધી જ સાકર એબ્સોર્સ ન કરી શકે એટલે તે બધી જ સાકર પેશાબમાં જાય તેથી બાથરૃમ વારે વારે જવું પડે.

૨. ખૂબ તરસ લાગે :

સ્વાભાવિક છે કે વારે વારે બાથરૃમ જવાને કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય એટલે તરસ ખૂબ લાગે. અને જેટલું પાણી વધારે પીઓ એટલે વધારે વખત બાથરૃમ જવું પડે.

૩. વારે વારે ભૂખ લાગે :

તમારું શરીર તમે ખાધેલા ખોરાકનું સમયસર શક્તિમાં રૃપાંતર ન કરી શકો એટલે તમને વારે વારે ભૂખ લાગે અને ખાસ કરીને ગળપણવાળી ચીજો ખાવાનું વધારે મન થાય.

૪. ખૂબ થાક લાગે :

થાક લાગવાનું મુખ્ય કારણ તમે ખાધેલા ખોરાકની 'સાકર' શરીર 'એબ્સોર્સ'ના કરી શકે ઉપરાંત વારે વારે બાથરૃમ જવાથી 'ડિહાયડ્રેશન'ને કારણે થાક લાગે.

૫. મોં સૂકાઈ જાય (કોરું લાગે) :

મોં શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હોય ત્યારે મોં કોરું લાગે. તમારા લોહીમાં સાકરનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે આમ થાય. મોં કોરું થવાને કારણે તમારા દાંતમાં સડો જલદી થાય.

૬. વજન ઓછું થાય :

કોઈ કારણ વગર તમારું વજન છેલ્લા બેથી ચાર મહિનામાં ઓછું થઈ ગયેલું લાગે. તમારા પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલીન ઓછા પ્રમાણમાં નીકળે એટલે તમે ખોરાકમાં લીધેલી સુગરનું શક્તિમાં રુપાંતર ના થાય. આ કારણથી શરીર શક્તિ માટે તમારા શરીરમાં રહેલા ચરબી અને સ્નાયુનો ઉપયોગ કરે એટલે વજન ઓછું થાય.

૭. ઝાંખુ દેખાય :

વૈજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે જ્યારે લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય ત્યારે સુગરને કારણે તમારી આંખોમાં રહેલું પ્રવાહી ઓછું થઈ જાય તેથી આંખે ઝાંખપ આવે.

૮. ચામડી સુકાય અને ખંજવાળ આવે :

જ્યારે લોહીમાં સુગર વધે ત્યારે આગળ જણાવ્યા પ્રમાણે બાથરૃમ વધારે જવું પડે જેને કારણે શરીરમાં પાણી ઓછું થઈ જાય (ડીહાયડ્રેશન) પરિણામે ચામડીની સ્નિગ્ધતા ઓછી થઈ જાય અને તે તરત સુકાઈ જાય ખંજવાળ આવે.

૯. હાથ, પગ અને હાથપગના પંજા અને આંગળીઓ ખોટા પડી જાય (નમ્બનેસ) :

ડાયાબિટીસ વધે ત્યારે નર્વ (જ્ઞાાનતંતુ)ને ખૂબ નુકસાન થાય જેની અસરથી હાથ પગ અને હાથપગના પંજા અને આંગળીઓ ખોટી પડી જાય.

૧૦ શરીરમાં કોઈ ઇજા થઈ હોય કે વાગ્યું તો જલ્દી રુઝાય નહીં :

લોહીમાં સુગર વધે ત્યારે લોહી જલ્દી ફરી ના શકે એટલે ઘા જલ્દી રુઝાય નહિ

૧૧ તમારા શ્વાશોશ્વાસમાં ગળ્યા ફળ જેવી સુગંધ આવે :

ડાયાબિટીસ વધે ત્યારે લોહીમાં 'કિટોન બોડીસ' ઉત્પન્ન થાય જેની સુગંધ ગળ્યા ફળો જેવી આવે.

૧૨. યીસ્ટ ઇન્ફેક્શન :

આંગળીઓ વચ્ચે, બગલમાં, શરીરના પ્રાઇવેટ પાર્ટમાં આગળ અને પાછળ ભેજ વાળી જગ્યાએ યીસ્ટ ઇન્ફેક્ષન થાય.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 



Post Comments