Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૂનમની પ્યારી પ્યારી રાત...

નારી દેહને બહકાવે-બહલાવે છે પૂર્ણ ચંદ્ર

પૂર્ણિમાની ચાંદની સ્ત્રીની સામાન્ય પ્રસૂતિમાં પણ મદદગાર બની શકે છે. એક સંશોધન મુજબ પૂનમના  દિવસે ગુરુત્વાકર્ષણને કારણે ગર્ભમાં રહેલું પ્લેસેંટા અસર પામે છે. પરિણામે જો પ્રસૂતિની તારીખ  નિકટ હોય તો પ્રસવ પીડા શરૃ થવાની શક્યતા વધી જાય છે. અને તે  દિવસે નોર્મલ ડિલિવરી થવાની સંભાવના પણ વધારે રહે છે.

તાજેતરમાં જ આપણે શરદ પૂર્ણિમાની ઉજવણી કરી. મોટાભાગના ગુજરાતીઓએ પૂર્ણ ચંદ્રને દેખાડેલા દૂધપૌંઆ ખાઇને અને રાસે રમીને તેની મોજ માણી હશે. પૂનમનો ચંદ્ર જોતાવેંત આપણા ચહેરા પર સ્મિત ફરી વળે છે. તેને લાંબા સમય સુધી જોયા પછી પણ મન ધરાતું નથી. પૂનમની ચાંદનીથી આપણા તનમનને ટાઢકનો અનુભવ થાય છે. 

પરંતુ શું તમે જાણો છો કે પૂણ ર્ ચંદ્રની અસર જેટલી આપણા મન પર થાય છે એટલી જ મગજ  પર પણ થાય છે. આપણા જ્યોતિષાચાર્યો કહે છે પૂનમની રાત્રે, ખાસ કરીને શરદ પૂનમની ઢળતી રાત્રે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન ખુલ્લા આકાશ નીચે ચાલવું જોઇએ. તે વખતે ચંદ્રમા અમૃત વરસાવતા હોય છે.

તેનાથી મન તરોતાજા થઇ જાય છે અને ત્વચામાં જાણે કે નવી  કાંતિ  આવી જાય છે. માત્ર આપણા જ્યોતિષાચાર્યો જ નહીં, બલ્ક વિદેશી મનોવૈજ્ઞાાનિકો પણ કે છે કહે  પૂર્ણિમાની  ચાંદની આપણા, ખાસ કરીને સ્ત્રીઓના તનમન પર જુદી જ  અસર પડે છે.

મનોવૈજ્ઞાાનિકો કહે છે કે પૂર્ણિમાની રાત્રે સ્ત્રીઓ પોતાના પ્રેમનો એકરાર નિ:સંકોચપણે કરી શકે છે. તેમાંય જો તેઓ ચાંદની રાતમાં ફરવા નીકળી હોય અને તેમનો  પ્રિયતમ તેમની સાથે હોય તો મહિલાના પ્રેમ દર્શાવવાનો અંદાજ તેમને ચકિત કરી શકે એટલો નિરાળો હોય છે.

  તેથી જ આપણા  કવિઓએ ચાંદની રાત પર ઘણાં પ્રણય ગીતો રચ્યાં છે.  સ્વિત્ઝરલેન્ડ  યુનિવર્સિટી ઓફ બાસેલના સંશોધક  ડો.ક્રિસચન કૈજોન કહેછે કે પૂર્ણિમાની રાત્રે સ્ત્રીઓ ભાવનાત્મક રીતે અત્યંત સક્રિય હોય છે. તેમની ઘેરી નિંદ્રામાં ૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.

તેમને  સામાન્ય રાત કરતાં પાંચેક મિનેટ મોડી નીંદર આવે છે. તેમને તે રાત્રે વીસેક મિનિટ ઓછું ઊંઘવા મળે તોય ચાલી જાય છે. ચંદ્ર  ચક્ર (લૂનર સાઈકલ) દરમિયાન સ્ત્રીનું શરીર મહિનાના અન્ય દિવસોની તુલનામાં વધુ સક્રિય હોય છે. તે વખતે તેના શરીરમાં વધુ શક્તિનો સંચાર થાય છે. તે સવારની સરખામણીમાં સાંજે વધુ ઊર્જાનો અનુભવ કરે છે.

નિષ્ણાતો કહે છે કે ચાંદની સ્ત્રીને તેના મનની વાત સમજાવવામાં મદદ કરે છે. તે પોતાની અદાઓ નિ:સંકોચપણે પોતાના પતિ-પ્રેમી સમક્ષ દર્શાવી શકે છે. તે વખતે તેને સુંદર રીતે તૈયાર થવાની ઇચ્છા થાય છે. કદાચ એટલે જ પૌરેાણિક કાળમાં સ્ત્રીઓ પૂનમની રાત્રે નદી અથવા સરોવરમાં સ્નાન કરવા જતી હશે. તેવી જ  રીતે રાણી-મહારાણીઓ પોતાના હમામમાં ગુલાબની પાંખડીઓ નાખેલા દૂધમાં સ્નાન કરતી હશે. નિષ્ણાતો કહે છે કે પૂર્ણિમાની રાત્રે આ રીતે સ્નાન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમા વૃધ્ધિ થાય છે. અલબત્ત, આજની તારીખમાં આમ કરવું શક્ય નથી. પરંતુ ચાંદની રાતમાં થોડો સમય ફરી ચોક્કસ શકાય .

તેઓ વધુમાં કહે છે કે પૂર્ણ ચંદ્રના કિરણોમાં ચહલકદમી કર્યા પછી સૂવા જાઓ ત્યારે જે સ્વપ્નો આવે તે યાદ રહી જાય છે. સામાન્ય રીતે આપણે સવારના ઊઠીએ ત્યારે રાત્રે આવેલું સપનું ભૂલી  જઇએ છીએ. પરંતુ ચાંદની રાતે ે જોયેલું સપનું લાંબા કલાકો સુધી યાદ રહે છે. અને તે રાત્રે સપના પણ વધુ આવે છે.

એક સમયમાં મહિલાઓના માસિકની ગણતરી ચંદ્ર મુજબ થતી. એમ માનવામાં આવે છે કે પહેલું કેલેન્ડર પણ મહિલાઓના માસિક ચક્ર અને ચંદ્ર ચક્ર પર આધારિત હતું. કેટલાક નિષ્ણાતો કહે છે કે જો ચંદ્રની અસર સમુદ્રની લહેરો પર પડી શક્તી હોય તો સ્ત્રીના માસિક પર કેમ નહીં? એટલે જ ે એમ માનવામાં આવે છે કે સ્ત્રીની  તેના ૨૮થી ૩૦ દિવસના માસિક ચક્ર દરમિયાન ગર્ભ ધારણ કરવાની ક્ષમતા બે વખત ચરમ સીમા પર હોય છે.

એક વખત તેનું સ્ત્રીઅંડ બહાર પડે ત્યારે અને બીજી વખત લૂનર સમય દરમિયાન. વાસ્તવમાં ચંદ્ર ચક્ર સમય દરમિયાન  પણ ફર્ટિલિટી પિરિયડ હોય છે તેની શોધ કરવાનો યશ વિદેશી મનોોવૈજ્ઞાાનિક ડો. યૂગિની જોન્સને ફાળે જાય છે. તેમને  ૧૦ દાયકા પહેલા વિચાર આવ્યો હતો કે ઘણી સ્ત્રીઓ સાવધાન રહેવા છતાં શી રીતે ગર્ભ ધારણ કરી લેતી હોય છે? ત્યાર બાદ તેમણે શોધી કાઢ્યું કે પૂર્ણિમા દરમિયાન સ્ત્રીના શરીરના બાયોકેમિકલ અને હોર્મોન્સમાં પરિવર્તન આવે છે અને તેની અસર તેના સમગ્ર શરીર પર પડે છે.

વર્ષ ૨૦૦૫માં  થયેલા અન્ય એક સંશોધન મુજબ  જ ે સ્ત્રીનો ઓવ્યુલેશન (અંડાશયમાંથી અંડમોચન થવું) પિરિયડ પૂર્ણિમાના દિવસે હોય તેની   કૂખે પુત્ર અવતરે છે. જ્યારે  જેનો ઓવ્યુલેશન પિરિયડ  પૂનમથી ત્રણ દિવસ પહેલા હોય ે તેના ખોળે દીકરીનો જન્મ થાય છે. જોકે આ વિષય લાંબી ચર્ચા માગી લે એવો છે. આમ છતાં ચંદ્રકળાની અસર માનવીના શરીર પર થાય છે એ વાત હવે વૈજ્ઞાાનિકો પણ માનવા લાગ્યાં છે.

સ્ત્રીની પ્રજનન ક્ષમતાને પણ પૂનમ સાથે ગાઢ સંબંધ છે. પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં મોટા મોજાં ઉછળે છે. આનું કારણ એ હોય છે કે પૂનમના દિવસે દરિયાનું જળસ્તર વધી જાય છે. મોૈસમમાં આવેલા આ ચડાવ-ઉતારની અસર સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર પણ પડે છે.

તે વખતે મહિલાઓની કામેચ્છા ચરમ પર હોય છે. અને ગર્ભ ધારણ કરવાની ક્ષમતા પણ અધિક હોય છે. એક સંશોધન મુજબ રોશનીમાં એક્સપોઝ  થવાથી પિટયૂટરી ગ્લેન્ડમાં રહેલા એફએસએચ (ફોલિકલ સ્ટીમ્યૂલેટિંગ હોર્મોન)નું સ્તર વધે છે. પૂર્ણિમાની રાત્રે સમગ્ર ધરતી  પર તેજ  ચાંદની ફેલાયેલી હોય છે.

વાસ્તવમાં પૂનમની શીતળ ચાંદની પોતાના ગુરુત્વાકર્ષણથી ધરતીના તરલ પદાર્થોને આકર્ષે છે. માત્ર સમુદ્ર જ નહીં, વૃક્ષો, પશુઓમાં રહેલી તરલતા પણ ચંદ્રથી  પ્રભાવિત થાય છે. તેથી એમ માનવામાં આવે છે કે જો આ સમય દરમિયાન માસિક આવે તો રક્તસ્ત્રાવ  અને ઓવ્યુલેશન પિરિયડ હોય તો ગર્ભ ધારણ કરવાની સંભાાવના વધી જાય છે.
નિષ્ણાતો કહે છે કે તેજ રોશનીની સીધી અસર સ્ત્રીઓના શરીર પર પડે છે.

શહેરમા રહેતી છોકરીઓ અંતરિયાળ વિસ્તારમાં રહેતી કન્યાઓ કરતાં જલદી મેચ્યોર થઇ જાય છે કારણ કે શહેરોમાં આ વિસ્તારોની તુલનામાં વધુ વીજળી મળવાથી તેમને વધારે પ્રકાશ મળે છે. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે ધુ્રવીય પ્રદેશમાં લાંબા સમય સુધી ચાલતા શિયાળાને કારણે સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળે છે. કારણ કે આ સમય દરમિયાન તેમને પ્રકાશ ઓછો મળે છે.

પૂર્ણિમાની ચાંદની સ્ત્રીની સામાન્ય પ્રસૂતિમાં પણ મદદગાર બની શકે છે. એક સંશોધન મુજબ પૂનમના  દિવસે ગુરુત્વાકર્ષણને કારણે ગર્ભમાં રહેલું પ્લેસેંટા અસર પામે છે. પરિણામે જો પ્રસૂતિની તારીખ  નિકટ હોય તો પ્રસવ પીડા શરૃ થવાની શક્યતા વધી જાય છે.

અને તે  દિવસે નોર્મલ ડિલિવરી થવાની સંભાવના પણ વધારે રહે છે.' ધ મૂન એન્ડ ચાઇલ્ડ બર્થ'ની લેખિકા ડેવિડ રોઝે  તેના આ પુસ્તકમાં લખ્યું છે કે પુનમના એક દિવસ પહેલા અને એક દિવસ  પછી જો ગર્ભવતી સ્ત્રી બારી ખુલ્લી રાખીને સુએ તો તેનું શરીર ચંદ્ર તેમ જ પ્રકૃતિ સાથે સંકળાયેલું રહે છે અને તેની પ્રસૂતિ નોર્મલ થાય છે.

ત્વચા  નિષ્ણાતો  કહે છે કે ચાંદનીની અસર આપણી ત્વચા પર પણ પડે છે. તેથી પૂનમથી પહેલાના અને પછીના બે દિવસ ઓઇલ મસાજ, એન્ટિ સેલ્યૂલાઇટ  પ્રોગ્રામ માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.

આનું કારણ એ છે કે આ દિવસોમાં ત્વચાની તેલ, પાણી, ઔષધિઓ શોષવાની ક્ષમતામાં વૃધ્ધિ થાય છે. જોકે આ દિવસોમાં વેક્સિંગ કે દાંત સેટ કરાવવાની ટ્રીટમેન્ટ ન કરાવવી જોઇએ. અન્ય દિવસોની તુલનામાં આ દિવસોમાં આવા ઉપચાર વધુ પીડાદાયક બની રહે છે.

જ્યોતિષાચાર્યોના મત મુજબ જુદી જુદી રાશિની સ્ત્રીઓ પર પૂનમની અસર અલગ અલગ પડે છે. જોકે મોટાભાગની બધી જ મહિલાઓને આ દિવસે પાચન સંબંધી  સમસ્યા  સતાવે છે. તેથી પૂર્ણિમાના દિવસે હલકો ખોરાક લેવો સલાહભર્યો ગણાય. તેઓ વિવિધ રાશિની સ્ત્રીઓ પર પૂનમની શી અસર જોવા મળે છે તેના વિશે વિગતવાર માહિતી આપતાં કહે છે કે ...,

મેષ રાશિની માનુનીઓ તે દિવસે વિના કારણ થોડી ઉદાસ રહે છે. પરંતુ તેઓ તે દિવસે જો પ્રાણાયમ કરે તો તેમને આવા મૂૂડમાં ઘણી રાહત રહે છે.

વૃષભ રાશિની પામેલાઓને પૂર્ણમાના દિવસે પેઢાં, દાંત તેમ જ પેટની સમસ્યા સતાવી શકે છે. તેથી તેમણે સ્ટ્રેચિંગ કરવું અને હળવો આહાર લેવો.

મિથુન રાશિની   રમણીઓને  આ દિવસ ે સાઇનસ અને પાચન ક્રિયા સંબંધી મુશ્કેલીઓ  નડવાની ભીિુત હોવાથી તેમણે ચા-કોફી મર્યાદિત પ્રમાણમાં લેવા. તેમ જ નાહકનું ટેન્શન ન લેવું.

કર્ક રાશિની મહિલાઓને પૂનમ થાક, ગળામા ખરાશ કે માંસપેશીઓને લગતી સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે .તેથી તેમણે ગ્રીન ટીનું સેવન કરવું. હળવા રહેવા માટે હળવી ધૂન પર નૃત્ય કરી શકાય.
સિંહ રાશિની મહિલાઓને ભોજન પ્રત્યેઅરૃચિ કે અનિંદ્ર જેવી સમસ્યા થઇ શકે. આવી સ્થિતિમાંથી રાહત મેળવવા સારું પુસ્તક વાંચવું અને હળવો આહાર લેવો. આ સિવાય થોડો સમય ચાલવા જવાથી પણ નીંદર આવી જશે. ખાસ કરીને ચંદ્રોદય થયા પછી તેના કિરણોમાં  સ્નાન કરવાથી હળવાશ અનુભવાય છે.

કન્યા રાશિની યુવતીઓ કાનમાં પીડા કે પાચન સંબંધી મુશ્કેલીઓની શિકાર બની શકે છે.તેમાંથી રાહત મેળવવા ઊંડા શ્વાસ લો અને નવશેકું પાણી પીઓ.

તુલા રાશિની સ્ત્રીઓને સાંધામાં પીડા થાય એવું બને. બહેતર છે કે તેઓ પ્રાણાયમ કરીને તેમાંથી રાહત મેળવે.

વૃશ્ચિક રાશિની મહિલાઓને ગેસ થાય કે આખો દિવસ ઝોંલાં  આવ્યા કરે એવું બને. તેમણે સ્ટ્રેચિંગ જેવો વ્યાયામ કરીને તેમાંથી મુક્તિ મેળવવી.

ધનુ રાશિની પામેલાઓ ભાવનાત્મક તાણ અનુભવે. તેમાંથી રાહત મેળવવાનો સૌથી સરળ ઊપાય છે ઊંડા ઊંડા શ્વાસ લેવા.

મકર રાશિની મહિલાઓને આ દિવસં પાચન સંબંધી સમસ્યાઓ ઉપરાંત નબળાઇનો અનુભવ પણ થાય. તેથી તેમણે હળવો પણ શકિતપ્રદ આહાર લેવો.

કુંભ રાશિની પામેલાઓને પૂનમના દિવસે કમર અને માથાનો દુખાવો થવાની ભીતિ રહે છે. તેમના માટે પ્રાણાયમ ઉત્તમ પુરવાર થઇ શકે.

મીન રાશિની સ્ત્રીઓને ચક્કર આવવાં, આહાર પ્રત્યે અરૃચિ કે આંખો ભારે થઇ જવી જેેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જોકે તેઓ હળવો વ્યાયામ કરીને તેમાંથી રાહત અનુભવી શકે.  
- વૈશાલી ઠક્કર


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments