Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓફ-શોલ્ડર ડ્રેસ

ગરદન- હાંસડીના હાડકાં, ખભાનું સૌંદર્ય છતું કરે

ફેશનનું   ચક્ર સતત ગોળ ગોળ ફર્યા કરતું હોય છે. પરિણામે  વિતી ગયેલી  ફેશન થોડાં  વર્ષ પછી ફરીથી ટ્રેન્ડમાં  આવે છે. જો કે કેટલીક ફેશન લાંબા સમય સુધી ટકી રહે  છે. ઓફ શોલ્ડરની  જ વાત કરીએ તો એક સમયમાં  મોટાભાગે બ્લાઉઝમાં  જોવા મળતી  આ ફેશન છેલ્લા ઘણાં સમયથી માનુનીઓમાં ભારે પ્રિય થઈ પડી છે. ફેશન ડિઝાઈનરો  કહે  છે કે હવે  છોકરીઓ સાડી પહેરવાનું ટાળે છે. પરંતુ ઓફ શોલ્ડરની પેટર્ન ટોપ, વન પીસ, ગાઉન, સાડી- બ્લાઉઝ જેવા  વિવિધ પરિધાનોમાં   જચતી હોવાથી  તે ઘણાં  સમયથી ટકી રહી છે.

વળી ઓફ શોલ્ડરમાં  પણ સંખ્યાબંધ પેટર્ન  બનાવી શકાતી હોવાથી તે પામેલાઓને  વધુ પ્રિય  છે. તેઓ ઓફ શોલ્ડરની  વિવિધ પેટર્ન વિશે વિગતવાર માહિતી આપતાં કહે છે.

કોલ્ડ  શોલ્ડર :
 

કોલ્ડ શોલ્ડરમાં  માત્ર ખભાનો ભાગ જ દેખાય છે. આ પેટર્નમાં   સ્લીવલેસ ટોપ જેવી  ડિઝાઈન બનાવ્યા પછી ખભાથી લઈને   હાથનો લગભગ છ ઈંચ જેટલો   ભાગ ખુલ્લો મૂક્યા પછી કોણી  સુધી બાંય બનાવવામાં આવે છે. આમ તેમાં જ બાંય હોવા છતાં ખભા ખુલ્લાં દેખાતા હોવાથી આ પેટર્નને કોલ્ડ શોલ્ડર કહેવામાં આવે છે.

લો બ્રીજ :
 

આ  સ્ટાઈલમાં  ડ્રેસની બાંય નેક લાઈનને સમાંતર હોવાથી તે એક ખભાથી બીજા ખભા સુધી બ્રીજ  બનાવતી  હોય એવું   લાગે છે. જો કે આ પેટર્નમાં  ડ્રેસ કે ટોપ ખભા પરથી સરકીને નીચે ન આવી જાય એટલા માટે બાંયની બાજુમાં  ઈલાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.  આ  ડિઝાઈન ઢીલા  ટોપમાં સુંદર લાગે છે.

લોંગ  એન્ડ લૂઝ :
 

બગલથી  પણ નીચે શરૃ થતાં આ ડ્રેસમાં  ખભાથી છથી સાત ઈંચ જેટલી બાંય ખુલ્લી મૂક્યા પછી છેક કાંડા સુધી આવે એટલી લાંબી અને ખુલતી સ્લીવ્ઝ ધ્યાનાકર્ષક  બની રહે છે. જો કે આ પેટર્ન છેક વક્ષ:સ્થળ પાસેથી શરૃ થતી હોવાથી તેનું ફિટિંગ ત્વચાને ચોંટી જાય એવું હોય તે જરૃરી છે. આ ડિઝાઈન મોટાભાગે ગાઉનમાં જોવા મળે છે.

પરંતુ તે ડેનિમ પર પહેરવામાં આવતાં  ફિટેડ ટોપમાં પણ  ખૂબ જચે છે. આ પેટર્નનું ગાઉન  કે ટોપ પહેરતી વખતે હાંસડીના હાડકાંનું સૌંદર્ય ઉજાગર કરવા ગળામાં  કાંઈ ન પહેરવું. માત્ર કાનમાં  સરસ ઝુમખા પહેરી શકાય.  તેવી જ રીતે તેમાં પીઠનું સૌૈંદર્ય પણ દેખાય  એટલે કેશ ખુલ્લા રાખવાને બદલે જમણી અથવા  ડાબી, કોઈપણ એક બાજુ  ચોટલો વાળો. તમે ચાહો તો  ફ્રેન્ચ રોલ પણ બનાવી શકો. પરંતુ તે ગાઉન સાથે વધુ જચશે.

સ્પગેટી સ્ટ્રેપ :
 

જે યુવતીઓને ઓફ શોલ્ડર ડ્રેસ નીચે સરકી જશે એવો ભય સતાવતો હોય તેમને  માટે સ્પગેટી સ્ટ્રેપ અચ્છો વિકલ્પ છે. આ પેટર્નમાં  ઈલાસ્ટિકનો  ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ તેના સ્ટ્રેપ્સ ટોપને નીચે સરકવા નથી દેતા. નેક લાઈનથી  શરૃ થયેલી ખુલતી સ્લીવ્ઝ ખભાથી  સાતેક ઈંચ નીચે આવતી હોવાથી  શોલ્ડર્સ ખુલ્લાં જ દેખાય છે. આ પેટર્ન જ્યોર્જટ ફેબ્રિકમાં  ખૂબ સુંદર લાગે છે.  આ સ્ટાઈલનું  ટોપ શોર્ટ્સ, મીની સ્કર્ટ કે ડેનિમ ઉપર પહેરી શકાય.

સ્ટલ્ટિ ઓફ શોલ્ડર  :  
 

જો  તમને ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવાનું મન થતું હોય, છતાં તેની લો નેકલાઈન કારણે લજ્જા અનુભવતા હો તો આ  પેટર્ન તમારા માટે ઉત્તમ છે. સ્ટલ્ટિ ઓફ-શોલ્ડરની  નેકલાઈન વધારે પડતી નીચે નથી હોતી. અને તેના સ્ટ્રેપ્સ ખભાની  બરાબર નીચેના ભાગ પર બેસી જાય છે. જો કે આ પેટર્નનું  ટોપ  ચુસ્ત હોવં  જરૃરી છે. આ પેટર્ન  ઘેરવાળા ટૂંકા સ્કર્ટ પર ખૂબ જચે છે.

-વૈશાલી
 

Post Comments