Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોમિયોપેથી કૌભાંડ: નકલી માર્કશીટથી ૪૧ એડમિશન ! ડીન - કન્સલ્ટન્ટ દોષિત

- બોગસ માર્કશીટ કૌભાંડમાં તપાસ સમિતિનો રીપોર્ટ જાહેર

- યુનિ.ના પરીક્ષા વિભાગના પારેખ, કાનાબાર સહિતના કર્મીઓની ઘોર બેદરકારી ખુલી; તમામના પરિણામો રદ કરવાની

નકલી માર્કશીટને સાચી ઠેરવવા કરાયા ખોટા ઈ-મેઈલ, સાઈબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધવા ભલામણ
કોલેજથી માંડીને યુનિ. સુધીમાં બોગસ માર્કશીટની ન્હોતી થતી ખરાઈ; ચોંકાવનારો રિપોર્ટ
ડોનેશન સાડા ત્રણ લાખ લીધા બાદ ડબલ ફી ઉઘરાવી ચાલતુ હતુ ડોક્ટર બનાવવાનું કારસ્તાન
એકપણ દિવસ પરપ્રાંતની કોલેજમાં ગયા વિના કે પરીક્ષા આપ્યા વિના વિદ્યાર્થીઓ થઈ જતા'તા પાસ
ખોટી માર્કશીટ, ખોટા માઈગ્રેશન અને કાઉન્સીલના બોગસ મંજૂરીપત્ર રજૂ કરી યુનિ. સાથે છેતરપીંડી
પરપ્રાંતની કોલેજમાં એક પણ દિવસની હાજરી વિના કે પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ થઈ જતા હતા પાસ
યુનિ.માં પરીક્ષાના અભ્યાસક્રમમાં પણ જૂના સોફ્ટવેરનો ઉપયોગ; ખાટલે જ મોટી ખોટ હોવાનું સાબિત

રાજકોટ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

સૌરાષ્ટ્ર યુનિ.ની હોમિયોપેથી વિદ્યાશાખામાં નકલી માર્કશીટના આધારે એડમિશન આપી કેટલાક ઉમેદવારો ડોક્ટરની ડીગ્રી મેળવી લીધી હોવાની ફરિયાદ બાદ યુનિ. દ્વારા ૨૨ જાન્યુ. ૨૦૧૮ના રોજ જે તપાસ સમિતિ નિયુક્ત થઈ હતી. તે સમિતિએ આજે તપાસ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં આજ સુધીમાં ૪૧ વિદ્યાર્થીઓએ નકલી માર્કશીટના આધારે હોમિયોપેથીમાં એડમિશન લીધા હોવાનું જાહેર કરી આ કૌભાંડમાં વિદ્યાશાખામાં સર્વોદય પર ધરાવતા ડીન ડો. અમિતાભ જોશી અને એડમિશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ખંભાળિયાા ડો. કાદરીને દોષિત ગણવામાં આવ્યા હતા તથા પરીક્ષા વિભાગના નિયામક અમીત પારેખ, આસી. રજીસ્ટ્રાર ડો. સી.એમ. કાનાબાર સહત અન્ય તમામની જવાબદારી ફિક્સ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની ભલામણ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં બોગસ માર્કશીટના આધારે હોમિયોપેથીના બીજા વર્ષમાં એડમિશન લઈને જે છેલ્લા કેટલાક વર્ષોથી કૌભાંડ ચાલતુ હતું. તેની તપાસ દરમિયાન જાણવા મળેલી સિલસિલાબંધ વિગતો આજે તપાસ સમિતિના કો-ઓર્ડીનેટર ડો. નેહલ શુક્લે જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ પહેલા અન્ય યુનિવર્સિટીમાંથી જો કોઈ સૌરાષ્ટ્ર યુનિ.માં હોમિયોપેથીની કોલેજમાં પ્રવેશ લેવા ઈચ્છતા હોય તો કુલ ઈન્ટેકના પાંચ ટકા બેઠકો ઉપર પ્રવેશ આપવાનો અધિકાર હતો. વર્ષ ૨૦૧૫ પછી આ પ્રકારના પ્રવેશ માટે સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથીની મંજૂરી લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

આ નિયમનો લાભ લઈને સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન બી.એ. ડાંગર હોમીયોપેથી કોલેજ, રાજકોટ, બી.જી. ગેરૈયા હોમિયોપેથી કોલેજ, રાજકોટ અને વસંત બેનીવાલ હોમિયોપેથી કોલેજ, અમરેલીમાં જે ૫૭ વિદ્યાર્થીઓએ વિનોબાભાવે યુનિવર્સિટી, હઝારીબાગ (ઝારખંડ), યુનિવર્સિટી ઓફ દિલ્હી (સાઉથ કેમ્પસ, નવી દિલ્હી) અને બી.આર.એ. બિહાર યુનિવર્સિટી, મુઝફરપુરના પ્રમાણપત્રોના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા. તેના વેરીફિકેશન કરવામાં આવતા જુદા જુદા તબક્કે કુલ ૪૧ વિદ્યાર્થીઓની માર્કશીટ ખોટી હોવાનું ફલિત થયું હતું. જ્યારે ૧૩ વિદ્યાર્થીઓની માર્કશીટ સાચી હોવાનું અને ત્રણ માર્કશીટનું હજુ વેરીફિકેશન થયું નથી. અલબત તેમાંથી બે માર્કશીટ ખોટી હોવાનું જણાય છે તેથી ૪૩ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટના આધારે એડમિશન અપાયા હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ દરમિયાન હોમિયોપેથી વિદ્યા શાખાના ડીન ડો. અમિતાભ જોશીએ લેખિતમાં એવું નિવેદન આપ્યું હતું કે તેની બી.એ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ડો. જુનેદ કાદરીના પિતા ડો. કાદરી જેઓ ખંભાળિયાના રહીશ છે તેઓ એડમિશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેમણે બોગસ માર્કશીટ આપી એડમિશન કરાવ્યા હતા. સબંધિત વિદ્યાર્થીઓના હીઅરીંગ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે બી.એ. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અને ડીન ડો. અમિતાભ જોશીએ એડમિશન દીઠ રૃા. સાડા ત્રણ લાખ ડોનેશન તથા વર્ષે રૃા. ૪૫ હજાર ડાંગર કોલેજની ફી અને રૃા. ૪૫ હજાર બહારની ફી એમ ડબલ ફી વસુલ કરી એડમિશન આપ્યા હોવાનું જણાવ્યું હતું.

તપાસ દરમિયાન એવું પણ માલુમ પડયું હતું કે બહારની કોલેજમાં એડમિશન લીધા પછી એકપણ દિવસની હાજરી ભર્યા વિના કે પરીક્ષા આપ્યા વિના પાસનું રીઝલ્ટ મળી જતું હતું. જેના આધારે અહીંની કોલેજમાં એડમિશનનું કામ ગોઠવાઈ જતુ હતું. પરીક્ષા વિભાગના કોઈ અધિકારીઓ પરપ્રાંતની યુનિવર્સિટીમાંથી થતા એડમિશન અંગે ખરાઈ કરતા ન્હોતા. પરિણામે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન હોમિયોપેથી વિદ્યાશાખામાં ડીંગેડીંગ ચાલતુ રહ્યુ હતું. તેથી આ પ્રકારના હોમિયોપેથી વિદ્યાશાખાના ડીન ડો. અમિતાભ જોશી તેના સાથીદાર એવા ખંભાળિયાના ડો. કાદરી સામે ઈન્ડીયન પીનલ કોડની કલમ ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૪૨૦, ૧૨૦ (બી) વિગેરે હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેમજ આ પ્રકરણમાં યુનિ.ના પરીક્ષા વિભાગના જવાબદાર એવા નિયામક અમીત પારેખ આસી. રજીસ્ટ્રાર ડો. સી.એમ. કાનાબાર તથા માધવીબેન કડવાતર સહિત અન્યની બેદરકારી બહાર આવી હોવાથી તેમની સામે ખાતાકીય ધોરણે પગલા લેવા જોઈએ.

તપાસ સમિતિ ખોટી માર્કશીટના આધારે જે વિદ્યાર્થીઓના એડમિશન થયા છે તે તમામ પરિણામો અને ડીગ્રી રદ કરવાની ભલામણ સાથે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં બોગસ માર્કશીટના આધારે એડમિશન થયા હોવા છતાં તેના પરિણામો જાહેર કરવા માટે ડીન દ્વારા અભિપ્રાય આપી યુનિ.ને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ થયો છે તેટલી જ બેદરકારી કોલેજના આચાર્યોની પણ જણાય છે. આ આચાર્ય દ્વારા પણ માર્કશીટની ખરાઈ કરવા માટેના પ્રયાસો થયા નથી. પરિણામે ખોટુ કરનારા વિદ્યાર્થીઓ ફાવી ગયા હતા.

એ જ રીતે યુનિ. દ્વારા ફાઈનલ એલીજીબીલીટી પ્રમાણપત્રો આપવામાં પણ ચોક્સાઈ રાખવામાં આવી નથી. તેમજ યુનિ. દ્વારા નોન સીબીસીએસ સહિતના અભ્યાસક્રમોની કામગીરી જૂના સોફ્ટવેરમાં થતી હોવાથી તમામ પ્રકારની બેદરકારીને અવકાશ રહે છે. તેમ જણાવી તપાસ દરમિયાન અજાણ્યા શખ્સોએ ખોટા ઈ-મેઈલ કરી ખોટી માર્કશીટ સાચી હોવાના મેસેજ યુનિ.ને આપીને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો હતો તેની સામે સાઈબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધાવવાની ભલામણ કરવામાં આવી હતી.

બોગસ માર્કશીટના આધારે હોમિયોપેથીમાં પ્રવેશ લેનારા ઉમેદવારો
વિનોબા ભાવે યુનિ. હઝારીબાગ ઝારખંડ
(૧) ભટ્ટી સુપ્રિયાન ફારૃકભાઈ (પ્રથમ વર્ષ) (૨) રાવડા મોહમદકીલ ગુલામહુસેન (પ્રથમ વર્ષ) (૩) જૂનૈદ કાદરી (દ્વિતીય વર્ષ) (૪) કશ્યપ તન્ના (દ્વિતીય વર્ષ) (૫) લવા મૈત્રી ચેતનભાઈ (પ્રથમ વર્ષ) (૬) કનારા વાલી ધનાભાઈ (પ્રથમ વર્ષ) (૭) ગોજીયા રાધિકાબેન સુરેશભાઈ (પ્રથમ વર્ષ) (૮) વેકરિયા નિધિ કાંતીલાલ (પ્રથમ વર્ષ) (૯) મેતલિયા રૃપલ દિનેશભાઈ (પ્રથમ વર્ષ) (૧૦) ખાણધર સ્વાતી જયંતિલાલ (પ્રથમ વર્ષ) (૧૧) કારવા રીયાઝ બાબા વલીભાઈ (પ્રથમ વર્ષ) (૧૩) દવે નિરજ પ્રફુલ્લભાઈ (તૃતીય વર્ષ), વાજા મુસ્તકિમ મુસ્તાક (પ્રથમ વર્ષ) (૧૪) ખાણધર અવિનાશ (તૃતીય વર્ષ) (૧૫) પાયલ વાણવી (તૃતીય વર્ષ) (૧૬) બોદર વિશાલ રમેશકુમાર (તૃતીય વર્ષ).
યુનિવર્સિટી ઓફ દિલ્હી
(૧૭) ઈરામ જેઠવા (દ્વિતીય વર્ષ) (૧૮) ઈશરતબાનુ જેઠવા (દ્વિતીય વર્ષ) (૧૯) અક્ષય નંદા (દ્વિતીય વર્ષ) (૨૦) વારા રીંકલ વિજયભાઈ (પ્રથમ વર્ષ) (૨૧) પૂર્વી અશોકભાઈ ગોંડલીયા (પ્રથમ વર્ષ) (૨૨) વ્યાસ નિલકંઠ કમલેશભાઈ (પ્રથમ વર્ષ) (૨૩) સિધ્ધપરા કિશનકુમાર પ્રવિણભાઈ (તૃતીય વર્ષ) (૨૪) ઘોડાસરા અક્ષર હસમુખભાઈ (તૃતીય વર્ષ).
બિહાર યુનિવર્સિટી, મુઝફરપુર
(૨૫) અંસારી વૈશાલી (પ્રથમ અને દ્વિતીય વર્ષ) (૨૬) ભોજાની શ્રૃતિ (પ્રથમ વર્ષ) (૨૭) બોઘરા પ્રિયા (પ્રથમ વર્ષ) (૨૮) હરિયાણી ઝરણાં (પ્રથમ વર્ષ) (૨૯) જોગલ દક્ષા (પ્રથમ વર્ષ) (૩૦) પરમાર હિરેન (પ્રથમ દ્વિતીય વર્ષ) (૩૧) સંખાવલા સુકસાર (પ્રથમ વર્ષ) (૩૨) તેરૈયા જાન્વી (પ્રથમ વર્ષ) (૩૩) ઝાલાવડીયા અપેસા (પ્રથમ) (૩૪) કામલિયા અંકિતા (પ્રથમ વર્ષ) (૩૫) રીઝવાન કચરા (પ્રથમ વર્ષ) (૩૬) ધોળુ ભાવનાબેન (પ્રથમ વર્ષ) (૩૭) ઘોડાસરા દર્શના (પ્રથમ વર્ષ) (૩૮) ભાલીયા શૈલેષ મનસુખભાઈ (પ્રથમ વર્ષ) (૩૯) વ્યાસ મિલા (પ્રથમ વર્ષ) (૪૦) ભાદરકા દિપકકુમાર (પ્રથમ વર્ષ) (૪૧) છારિયા પ્રશાંત (પ્રથમ વર્ષ).
બાકી વેરીફિકેશન
(૧) વાઘેલા મેઘા (પ્રથમ વર્ષ, મુઝપરપુર યુનિ.) (૨) અબ્દુલ કાદીર (પ્રથમ વર્ષ, મુઝફરપુર યુનિ.) (૩) મંસુરી શાહિનબાનુ (પ્રથમ વર્ષ, દેવી અહલ્યાબાઈ યુનિ.)

યુનિ.નો પરીક્ષા વિભાગ કૌભાંડને છાવરતો રહ્યો છે : ડીન ડો. જોશી
રાજકોટ, સોમવાર
હોમિયોપેથી વિદ્યાશાખાના ડીન ડો. અમિત જોશીએ તથા સમિતિને યુનિ.ના અધિકારીઓએ ગેરમાર્ગે દોરી હોવાનું કહી જણાવ્યું હતું કે, બીજી કોલેજોમાં મે કોઈને એડમિશન કરાવ્યા નથી. મારી બી.એ. ડાંગર કોલેજમાં ખંભાળિયાના ડો. બી.એમ. કાદરી વિદ્યાર્થીઓને એડમિશન અપાવતા હતાં. માત્ર ચાર વિદ્યાર્થીએ જ અમારી કોલેજમાં પ્રળેશ લીધો હોવા છાતં તમામ અનધિકૃત એડમિશન માટે મને દોષી ગણાવાશે તો હું યુનિ. સામે પોલીસ ફરિયાદ દાખલ કરીશ. યુનિ.નો પરીક્ષા વિભાગ ચાર ચાર વર્ષથી બેદરકારી દાખવે છે. તેણે જોયા વિના અમારી કોલેજના ૨૨ વિદ્યાર્થીઓને ફાઈનલ એલીજીબીલીટી સર્ટીફિકેટ આપી દીધા છે તેથી પરીક્ષા વિભાગનાં નિયામક આસી. રજીસ્ટ્રાર સહિતના અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કરી તેની સામે પગલાં લેવા જોઈએ તેના બદલે સમગ્ર પ૩કરણ માટે વ્યક્તિગત રીતે મને જવાબદાર ગણાવવામાં આવે છે. જે સદંતર અન્યાય હોવાનું જણાવ્યું હતું.

Post Comments