Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચર્ચની મિલ્કત ખરીદી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનશે

- ઉમિયા માતાજી સંસ્થાના ઉપક્રમે આયોજન

- અનીલ પટેલને શ્રદ્ધાંજલિ પાટીદાર સમાજ ઉમટયો

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)    બાર્ટલેટ, શિકાગો, તા. 5 માર્ચ 2018, સોમવાર

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને મહેસાણા વિસ્તારના અગ્રગણીય કાર્યકર તેમજ ઉમિયા ધામ સંસ્થા સાથે સંકળાયેલા એવા અનીલભાઈ પટેલનું તાજેતરમાં નિધન થતા તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કડવા પાટીદાર સમાજ શિકાગોના છત્રછાયા હેઠળ ચાલતી સંસ્થા ઉમિયા માતાજી સંસ્થા શિકાગોના મીડવેસ્ટ રીજીયનના ઉપક્રમે વેસ્ટ શિકાગોના પરગણામાં આવેલ શ્રી ઉમિયા માતાજી ટેમ્પલના હોલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજવામાં આવેલ સભાની શરુઆત હાજર રહેલ મહિલાઓએ પોતાના સુંદર અને મધુર સ્વરોમાં ભજનોની રજૂઆત કરી હતી અને આ વેળા પાટીદાર સમાજના અગ્રણીઓ જેમાં કિસન પટેલ, જયંતીભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, ખોડાભાઈ પટેલ, ડી.એસ. પટેલ, દેવેન્દ્ર પટેલ, ડો. કમલ પટેલ, નરસિંહભાઈ પટેલ, સીતારામ પટેલ અને ડો. ચિત્તરંજન પટેલે પ્રાસંગિક પ્રવચનો કરી સ્વ. અનીલભાઈ પટેલે રાજ્યના તેમજ સમાજના હિતાર્થે જે સેવાના કાર્યો કરેલ હતા તેને બિરદાવવામાં આવ્યા અને સાથે સાથે તેમણે કડવા પાટીદાર સમાજના સૌ સભ્યોને ખભેખભા મેળવીને એકત્રિત રહેવા અનુરોધ કર્યો હતો. કારણ કે અનિલભાઈ હંમેશા સૌ સાથે રહીને પ્રગતિના માર્ગે પ્રયાણ કરે તેવી ભાવના રાખતા હતા અને તેમણે બતાવેલ માર્ગે તે પ્રમાણે કરીશું તો તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ છે એમ ગણાશે.

આ વેળા કડવા પાટીદાર સમાજના અગ્રણી બાબુભાઈ પટેલ (માર્શા)એ જણાવ્યું હતું કે અનીલભાઈ આજે આપણી વચ્ચે નથી પરંતુ આપણા સમાજના માટે જે કાર્ય કરેલ છે તે હરહંમેશ આપણા સૌના માટે અંક્તિ રહેશે. તેમણે સમાજના તમામ લોકોને એકત્રિત રહી તેને મજબૂત કરવાના પ્રયાસોમાં જરૃરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું કે, અનિલભાઈ પટેલે ગુજરાત રાજ્યની ધારાસભામાં મહેસાણા વિભાગનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે સારી એવી સેવાઓ કરી હતી. મહેસાણા જિલ્લામાં સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમણે પોતાનો સુંદર ફાળો આપ્યો હતો અને તેઓ ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ હતા એવું પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું.

ઉમિયા માતાજી સંસ્થા ઓફ શિકાગોના સંચાલકોએ પોતાની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું એક ભવ્ય મંદિર તૈયાર કરવાનો નિર્ણય કરેલ છે અને વેસ્ટ બાર્ટલેટ ટાઉનમાં તેમણે દોઢ મીલીયન ડોલરના ખર્ચે પોણા નવ એકર જેટલી જમીન ધરાવતું એક ચર્ચ ખરીદ કરેલ છે અને ત્યાં આગળ એક ભવ્ય માતાજીનું મંદિર નિર્માણ કરવાની શરુઆત કરવામાં આવશે.

Post Comments