Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચંદ્રબાબુ નાયડુ-મોદી વચ્ચે બેઠક નિષ્ફળ:આંધ્ર પ્રદેશમાંથી બાદબાકી : ચંદ્રબાબુએ મોદીને રામરામ કર્યા

- ટીડીપીના મંત્રીઓના મોદી સરકારમાંથી તો ભાજપના મંત્રીઓેના આંધ્ર સરકારમાંથી રાજીનામા

- મોદીએ વચનો તો આપ્યા પણ પુરા ન કર્યા, આંધ્રની જનતાની લાગણીઓ સાથે રમત રમાઇ : ચંદ્રબાબુ નાયડુ
- ચાર વર્ષ વીતી ગયા છતા આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપ્યો : આંધ્રના મુખ્ય પ્રધાનની હૈયા વરાળ

નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

શીવસેના બાદ હવે ટીડીપીએ પણ ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. આંધ્ર પ્રદેશના સત્તાધારી પક્ષ ટીડીપીના વડા અને મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન પુરુ કરવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. ટીડીપીએ પોતાનો વિરોધ નોંધાવવા માટે કેન્દ્રની મોદી સરકારમાંથી પોતાના બે મંત્રીઓને રાજીનામા અપાવી દીધા હતા.

દરમિયાન સમગ્ર મામલે વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડુને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બન્ને વચ્ચેની આ મુલાકાતનું કોઇ પરીણામ નહોતુ આવ્યું. અગાઉ ચંદ્રબાબુ નાયડુએ જાહેર કર્યું હતું કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતા અમારા બે મંત્રી મોદી સરકારમાંથી રાજીનામુ આપશે. આ બન્ને મંત્રીઓેએ ગુરુવારે રાજીનામુ આપી મોદી સરકારને રામરામ કરી દીધા હતા.

આગામી વર્ષે આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે સત્તાધારી પક્ષ ટીડીપી આક્રામક મુડમાં છે. જોકે ભાજપ પણ સામે આવી ગયું છે. આંધ્ર પ્રદેશ સરકારમાંથી પણ ભાજપના મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ચંદ્રબાબુ નાયડુએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે જેમાં એનડીએ સાથે ગઠબંધન રાખવું કે કેમ તેનો નિર્ણય લેવામાં આવી શકે છે પણ હાલ પુરતા જોકે એનડીએને ચંદ્રબાબુ નાયડુએ રામરામ કરી દીધા છે અને વિધાનસભાની ચૂંટણી પણ એકલા જ લડવાની તૈયારી કરી લીધી છે.

ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મોદીએ લોકસભાની ચૂંટણી પૂર્વે તો દાવો કર્યો હતો કે તેઓ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે અને આર્થિક સહાય જારી કરશે. જોકે તેમને સત્તામાં આવ્યાને ચાર વર્ષ વીતી ગયા તો પણ તેઓએ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નથી આપ્યો કે ન તો કોઇ સહાય કરી છે. નોંધનીય છે કે તેલંગાણાને આંધ્રમાંથી અલગ રાજ્ય બનાવ્યું તેને લઇને લોકસભાની ચૂંટણી પૂર્વે મોદીએ તે સમયે કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેલંગણાને જન્મ આપી આંધ્ર પ્રદેશની હત્યા કરી છે કેમ કે આંધ્ર પ્રદેશને સરકારે સહાય નથી કરી.  નાયડુએ હવે મોદીને જ પોતાના વચનો યાદ અપાવી ઘેર્યા છે.


નાયડુની માગણીઓ

*    કેન્દ્ર સરકાર પોલાવરમ યોજના અંતર્ગત તાત્કાલીક ૫૮૦૦૦ કરોડ આંધ્રને આપે
*    વિધાનસભાની બેઠકોને ૧૭૫થી વધારીને ૨૨૫ કરવામાં આવે
*    તેલંગાણા અલગ રાજ્ય બનતા આંધ્ર પ્રદેશને મોટો આર્થિક ફટકો પડયો છે, તેની ભરપાઇ કરો
*    આંધ્ર પ્રદેશને આર્થિક નુકસાન થતા વિશેષ રાજ્યનો દરજ્જો આપી કેન્દ્ર સહાય કરે
*  મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા આપેલા વચનો પુરા કરવામાં આવે

Post Comments