Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 મહિનાના 12 હેલ્ધી સંકલ્પ તમને આખું વર્ષ રાખશે સ્વસ્થ

- નવા વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરો સંકલ્પ

અમદાવાદ, તા. 01 જાન્યુઆરી 2018, સોમવાર
 
આજે નવા વર્ષની શરૂઆત છે. બધા ઇચ્છે છે કે નવું વર્ષ પણ ખુશીઓ લઇને આવે. પરંતુ વર્ષભર ખુશ રહેવા માટે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું જોઇએ. તો આજથી 12 મહીનાઓ માટે 12 એવા સંકલ્પ લો જે આખું વર્ષ તમને સ્વસ્થ રાખે. 
 
જાન્યુઆરી - આ મહીનાની શરૂઆત રસોડાની સફાઇથી કરો. પોતાના રસોડામાં એ જ સામાન રાખો જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય. સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતો સામાન રસોડામાંથી હટાવી લો. 
 
ફેબ્રુઆરી - આ મહિનામાં કસરત માટે સમય ચોક્કસથી નિકાળો. આખા વર્ષ માટે કસરત કરવાનો સમય નક્કી કરી લો. સવારે કે સાંજે જે પણ સમય અનુકૂળ રહે તેને નિયમિત બનાવીને કસરત કરો. 
 
માર્ચ - ઓછી ઊંઘ લેવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા વધવા લાગે છે. તણાવ અને ચિંતાનું મુખ્ય કારણ પૂરતી ઊંઘ ન લેવાનું જ છે. એટલા માટે ઊંઘ પૂરી કરો. 
 
એપ્રિલ - ફાયનાન્શિયલ યરની શરૂઆતમાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ ચોક્ક્સથી લો. કંપનીના ઇન્શ્યોરન્સના વિશ્વાસે ન બેસી રહેતા પોતાનો ઇન્શ્યોરન્સ કરાવો. 
 
મે - દરેકના કોઇને કોઇ શોખ હોય છે. આ શોખ તમને સ્વસ્થ રાખવાના કામમાં આવી શકે છે. એટલા માટે પેઇન્ટિગ, ડાન્સિગ, સ્વિમિંગ, સિંગિગ અથવા કોઇ પણ શોખમાં સમય વિતાવો. 
 
જૂન - બૉડી મૂવમેન્ટ માટે ચાલવું-ફરવું જરૂરી છે. એટલા માટે એવું કામ પસંદ કરો જેમાં ચાલવું પડે. જેમ કે, લિફ્ટની જગ્યાએ સીડીઓ ચઢો, ઑફિસમાં ફોન કરીને બોલાવવાની જગ્યાએ ચાલીને જાઓ. આ પ્રકારની આદત સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મદદરૂપ બનશે. 
 
જુલાઇ - કેળા, નારિયેળ, કેરી, ઘી અને ચોખા વગેરે કેટલીય ભારતીય વસ્તુઓ છે જે ઉર્જા મેળવવામાં શ્રેષ્ઠ છે. તમે તમારા ભોજનમાં હળદર, જવ અને આમળા સામેલ કરવાનો સંકલ્પ કરો. 
 
ઑગષ્ટ - દિવસભર કૉમ્પ્યૂટર, લેપટોપ પર રહેવાની જગ્યાએ થોડોક સમય કૉમ્પ્યૂટર, ટીવી બંધ રાખો. તેનાથી ઉત્સાહ અને રચનાત્મકતાનું સર્જન થશે. 
 
સપ્ટેમ્બર - દારૂ પીતા લોકોએ માટે આ સંકલ્પ ખૂબ જ અસરકારક રહેશે. જે દરરોજ આલ્કોહોલ પીવે છે તેઓ સંકલ્પ લે કે સિમિત માત્રાથી વધારે દારૂનું સેવન ન કરે. 
 
ઑક્ટોબર - ગુડ ફીલ સંકલ્પ જે સૌથી કામનું છે. એવો સંકલ્પ લો કે જે પોતાની સાથે બીજાને પણ સારૂં ફીલ કરાવે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે કંઇક સારું કાર્ય કર્યા બાદ માનવીના મગજમાં ડોપામાઇન જેવા કેટલાક રસાયણોનું નિર્માણ થાય છે જેનાથી વ્યક્તિને ખુશી મળે છે. તેના માટે તમે બાળકોને ભણાવી શકો છો, વૃદ્ધ લોકોની મદદ કરી શકો છો અથવા કોઇ જરૂરતમંદ લોકોની પણ મદદ કરી શકો છો. 
 
નવેમ્બર - શરીરની શક્તિ વધારવા માટે વ્યાયામથી હાડકા મજબૂત બને છે, વજન ઘટે છે અને સાથે જ મગજ પણ તેજ ચાલે છે. શરીરને મજબૂત બનાવવા માટે વ્યાયામમાં પુશઅપ, વેટ ઉઠાવવાનું પ્રમુખ છે. 
 
ડિસેમ્બર - પોતાની જાતને સ્વાસ્થ્યવર્ધક રાખવું પોતાની આસપાસ તેમજ વાતારવણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. એટલા માટે સાફ-સફાઇ પર પૂરું ધ્યાન આપો. 

Post Comments