Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

VIDEO: કર્ણાટકમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખે હાર સ્વીકારી

- અમિત ચાવડાનો આક્ષેપ, ભાજપ સરકારે સામ, દામ દંડથી કર્ણાટકમાં ચૂંટણી જીતી

નડિયાદ, તા. 15 મે 2018, મંગળવાર

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શરૂ થયેલી મતગણતરીના પ્રાથમિક ટ્રેન્ડને જોતા ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપ બહુમતીની પણ નજીક છે. ત્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે હાર સ્વીકારી ભાજપ સરકાર પર સામ, દામ, દંડથી ચૂંટણી જીતી હોવાનો આક્ષેપ કર્યો છે.

આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, હાલની લીડ જોતા ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગેકૂચ કરી રહી છે. અમે જનતાના નિર્ણયને સ્વીકાર કરીએ છીએ.

ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસની સરકાર દ્વારા પ્રજાલક્ષી અને કામો કરવામાં આવ્યા તેમ છતા ભારતીય જનતા પાર્ટીની સામ, દામ, ભેદની નીતિના કારણે ભ્રષ્ટાચારનો દાગ લાગેલા વ્યક્તિના નેતૃત્વમાં પાર્ટી ત્યાં લડી તેમ છતાં પ્રજા ક્યાંક ભ્રમમાં આવીને મતદાન કર્યું છે. પ્રજાએ યેદુરપ્પાના નેતૃત્વને પસંદ કર્યું, અમે જનતા જનાદેશને સ્વીકાર કરીએ છીએ.

કર્ણાટકમાં ગુજરાતના કાર્યકરોની કામગીરી પર અમિત ચાવડાએ કહ્યું કે ભાષાની વિવિધતાના કારણે ગુજરાતના કાર્યકરોએ કર્ણાટક પ્રચારમાં પાંખી હાજરી આપી. પક્ષની રણનીતિમાં પરિવર્તન આવશે કે નહીં એમ પૂછતા અમિત ચાવડાએ કહ્યું કે કર્ણાટકનું પરિણામ પ્રજાને ભ્રમિત કરી ધર્મોનું ધ્રુવીકરણ અને સત્તા તેમજ પૈસાનો દુરુુપયોગ કરીને આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે.
 

Post Comments