Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેપાળનું વિમાન ટ્રાફિક કન્ટ્રોલર અને પાયલોટ વચ્ચે રનવેની મૂંઝવણને કારણે તૂટી પડયું

- બાંગ્લાદેશના ઉચ્ચ સ્તરીય ડેલિગેશનનું કાઠમંડુમાં આગમાન

- એર ટ્રાફિક કન્ટ્રોલર અને પાયલોટ વચ્ચે છેલ્લી ચાર મિનિટ ક્યા રનવે પર ઉતરવું તે અંગે જ વાત થઇ હતી

- નેપાળ સરકારે દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની સમિતિ બનાવી

(પીટીઆઇ)  કાઠમાંડુ, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા બાંગ્લાદેશના વિમાનનું બ્લેકબોક્સ આજે મળી આવ્યું હતું. ગઇકાલે સર્જાયેલી આ દુર્ઘટના ૫૦ યાત્રીઓનાં મોત થયા હતાં. આ દરમિયાન સત્તાવાળાઓએ જણાવ્યું છે કે વિમાન ટ્રાફિક કન્ટ્રોલર અને પાયલોટ વચ્ચે ક્યા રનવે પર લેન્ડિંગ કરવું તે અંગે મૂંઝવણ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી.

એરપોર્ટના જનરલ મેનેજર રાજકુમાર ચેટ્ટરીએ જણાવ્યું છે કે ફલાઇટ ડેટા રેકોર્ડર જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ દુર્ઘટના માટે એરલાઇન અને એરપોર્ટના અધિકારીઓ એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

નેપાળ સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ૬ સભ્યોની બનેલી સમિતિની રચના કરી છે. આ દરમિયાન બાંગ્લાદેશના નાગરિક ઉડ્ડયન અને ટુરિઝમ પ્રધાન એ કે એમ શાહજહાં કમાલ, વિદેશ પ્રધાન અબુલ હસન મેહમૂદ અલી અને ઉડ્ડયન વિભાગના વરિષ્ઠ અધિકારીઓનું એક બાંગ્લાદેશી ડેલિગેશન કાઠમાંડુ પહોંચી ગયું છે.
આ ડેલિગેશન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને મળવા જશે અને દુર્ઘટનાના કારણો અંગે નેપાળના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં નેપાળના ૩૩, બાંગ્લાદેશના ૩૨, ચીનનો એક અને માલ્દીવનો એક નાગરિક સવાર હતો.

નેપાળના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર પાઇલોટ અને એર ટ્રાફિક કન્ટ્રોલર વચ્ચે છેલ્લી ચાર મિનિટમાં થયેલી વાતચીત પરથી સાબિત થાય છે કે બંને વચ્ચે ક્યા રનવે પર લેન્ડિંગ કરવું તે અંગે મૂંઝવણ થઇ હતી.

આ વાતચીત પરથી જાણવા મળ્યું છે કે ટ્રાફિક કન્ટ્રોલરે પાઇલોટને રનવે નં.૨૦ તરફ આગળ ન વધવા જણાવ્યું હતું. ત્યારબાદ કન્ટ્રોલરે રનવે પર અન્ય વિમાન હોવાથી પાઇલોટને હોલ્ડ કરવા અને લેન્ડ ન કરવા જણાવ્યું હતું.  ત્યાર પછી એર ટ્રાફિક કન્ટ્રોલરે પાઇલોટને પૂછ્યું હતું કે તે રનવે નં. ૨ કે રનવે નં. ૨૦ પર ઉતરવા માગે છે. પાઇલોટે જણાવ્યું હતું અમે રનવે નં. ૨૦ પર ઉતરી રહ્યાં છે.

Post Comments