Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એટલાન્ટામાં અટકાયતમાં લેવાયેલા ગુજરાતીનું હોસ્પિટલ પહોંચતા મૃત્યુ

- ઇક્વાડોરથી અમેરિકા આવ્યા હતા

- ગેરકાયદે અમેરિકા પહોંચેલા અતુલ પટેલ પાસે માન્ય દસ્તાવેજો નહીં હોવાના કારણે અટકાયતમાં રખાયા હતા

(પીટીઆઇ) ન્યુયોર્ક, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
અમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ યુએસ કસ્ટમની કસ્ટડીમાં રાખવામાં આવેલા ૫૮ વર્ષના એક ગુજરાતીનું શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ ખાતે ખસેડાયા પછી અવસાન થયું હતું. અતુલ કુમાર બાબુભાઇ પટેલને  અમેરિકન ઇમીગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી એટલાન્ટા સિટિ ડીટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો.
 
 હાર્ટ ફેઇલના કારણે શરીરમાં વધુ ગુંચવણ ઊભી થતાં તેને એટલાન્ટા ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ મંગળવારે બપોરે તેમનું અવસાન થયું હતું. પટેલ ઇક્વાડોરથી ફલાઇટ મારફતે દસ મેના રોજ અમેરિકા આવ્યા હતા. તેમની પાસે યોગ્ય દસ્તાવેજો નહીં હોવાના કારણે યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકશન વિભાગે અંતે તેમને અટકાવ્યા હતા.
 
તેમની તબીયત લથડતાં ગયા સપ્તાહે  આઇસીઇ કસ્ટડીમાં એટલાન્ટા સિટિ ડીટેન્શન સેન્ટરમાં  તબ્દિલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને  ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થઇ હતી. આઇસીઇ કસ્ટડીમાં રહ્યાના બે દિવસ પછી શનિવારે પટેલના બ્લડ સુગરમાં શ્વાસની તકલીફ જોવા મળી હતી. ત્યાંથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનુ અવસાન થયું હતું. 

Post Comments