Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચલણી નોટોથી વોલ્ટસ ઉભરાઈ જતા રિઝર્વ બેન્કે નવી નોટસના પ્રિન્ટિંગ પર કાપ મૂકયો

- વર્તમાન વર્ષનો પ્રિન્ટિંગ ઓર્ડર છેલ્લા પાંચ વર્ષની નીચી સપાટીએ હોવાનો દાવો

મુંબઈ, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

જુની રદ કરાયેલી રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની ચલણી નોટોથી રિઝર્વ બેન્ક તથા જાહેર ક્ષેત્રની બેન્કોના વોલ્ટસ ભરાઈ જતા રિઝર્વ બેન્કે નવી નોટોના પ્રિન્ટિંગ ઓર્ડર પર કાપ મૂકવાની ફરજ પડી છે. વર્તમાન વર્ષ માટેનો આરબીઆઈનો નવી નોટોનો પ્રિન્ટિંગ ઓર્ડર છેલ્લા પાંચ વર્ષની નીચી સપાટીએ છે.

વર્તમાન નાણાં વર્ષ માટે ચલણી નોટો છાપવા માટેનો ઓર્ડર ૨૧ અબજ છે, જે ગયા વર્ષે ૨૮ અબજ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ઓર્ડર ૨૫ અબજ નોટોનો રહ્યો છે. ગયા વર્ષે રિઝર્વે બેન્કે નવી શ્રેણીની નોટોનું છપાઈકામ હાથમાં લીધું હતું જેને કારણે ગયા વર્ષનો આંક અપવાદાત્મક રીતે વધુ રહ્યો હતો. નવી શ્રેણીની નોટો લાવવાની કામગીરી જાન્યુઆરી ૨૦૧૬માં શરૃ થઈ હતી.

રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની નોટસ પાછી ખેંચી લેવાયા બાદ રિઝર્વ બેન્કે રિમોનીટાઈઝેશનની કામગીરી શરૃ કરી હતી જે ૯૦ ટકા પૂરી થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે ૧૩ ઓકટોબરના સર્ક્યુલેશનમાં રહેલી કરન્સીનો આંક રૃપિયા ૧૫.૩૦ ટ્રિલિયન રહ્યો હતો જે એક વર્ષ પહેલાની સરખામણીએ ૧૦ ટકા નીચો છે.

નવી નોટસ રાખવા માટે કરન્સી ચેસ્ટસ અને રિઝર્વ બેન્કના વોલ્ટસમાં ઘણી ઓછી જગા છે. જુની રદ કરાયેલી રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની નોટોનો હજુ નિકાલ કરવાનો બાકી હોવાથી આ સ્થિતિ ઊભી થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments