Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રાન્સને કર્યો ઓવરટેક, ભારતની ઈકોનોમી દુનિયામાં હવે છઠ્ઠા ક્રમે

- જાણો આગામી બે વર્ષમાં કેટલો રહેશે ભારતનો વિકાસ દર .....

નવી દિલ્હી, તા.11 જુલાઈ 2018, બુધવાર

દુનિયાની મહાસત્તાઓ પૈકીની એક ફ્રાન્સને ઓવરેટ કરીને ભારત હવે દુનિયાનુ છઠ્ઠુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ છે.

વર્લ્ડ બેન્ક દ્વારા 2017ના જે અપડેટેડ આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે પ્રમાણે ભારતની જીડીપી 2017માં 2.597 ટ્રિલિયન ડોલર હતી.જ્યારે ફ્રાંસની જીડીપી 2.582 ટ્રિલયન ડોલર હતી.

નોટબંધી બાદ ભારતની અર્થવ્યવસ્થાને બ્રેક વાગી હતી.જોકે જુલાઈ 2017 બાદ ઈકોનોમી ફરી પાટા ચઢવા માંડી હતી. જો કે હજી પણ ફ્રાંસની માથાદીઠ આવક ભારતની માથાદીઠ આવક કરતા 20 ગણી વધારે છે. જો કે વધતી વસતીના કારણે ભારતનુ માર્કેટ વિસ્તરી રહ્યુ છે. જેનાથી જીડીપીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં ભારતની વસતી 1.34 અબજ અને ફ્રાંસની 6.7 કરોડ છે.

જીડીપીને આગળ વધારવામાં મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર એક્સપેન્ડિચરનો ફાળો મોટો છે. એક દાયકામાં ભારતની જીડીપી બમણી થઈ છે.એવી શકયતા છે કે આ વર્ષે ભારતનો વિકાસ દર 7.4 ટકા અને 2019માં 7.8 ટકા રહી શકે છે. જેની સામે દુનિયાનો સરેરાશ વિકાસ દર 3.9 ટકા રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

Post Comments