Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે દિલ્હીમાં સોનિયા ગાંધીના અધ્યક્ષસ્થાને બેઠક, અનામતનો મુદ્દો ચર્ચાશે

-ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ અપાશે

-આજે સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી, ૮૦થી વધુ ઉમેદવારો પસંદગી થશે,ભરત સોલંકી દિલ્હી દોડયાં

અમદાવાદ,તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ તેજ બનાવી દીધી છે. આજે દિલ્હીમાં સોનિયા ગાંધીના વડપણ હેઠળ મળનારી બેઠકમાં પાટીદારો સહિત બિનઅનામત વર્ગને અનામતનો લાભ મળે તે મુદ્દે ચર્ચા વિચારણા થશે. સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમયાદીને આખરી ઓપ આપવામાં આવશે.

સૂત્રોના મતે, બુધવારની મધરાત સુધી કોંગ્રેસે પાટીદારો સાથે અનામત મુદ્દે કાયદાવિદ કપિલને સાથે રાખી મસલતો કરી હતી. હાઇકમાન્ડે તેડુ મોકલાવવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત વિધાનસભા વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા દિલ્હી દોડી ગયાં હતાં. આજે દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટીની મળી હતી જેમાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી.

આવતીકાલે ૧૦,જનપથ ખાતે સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં સ્ક્રિનીગ કમિટી ઉપરાંત સહપ્રભારીઓ સાથે એક બેઠક યોજાનાર છે જેમાં કોંગ્રેસની પ્રથમયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના નામો પર મ્હોર વાગશે. અંદાજે ૮૦થી વધુ નામો પર સર્વસંમતિ સધાઇ ચૂકી હોવાનો કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યાં છે. જોકે, ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ જ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. અત્યારે કોંગ્રેસે જીતી શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનુ મન બનાવ્યું છે. એન્ટીઇકમ્બન્સીને લીધે કોંગ્રેસતરફી માહોલ બન્યો છે પરિણામે કાર્યકરો-નેતાઓમાં જોશ ઉભરાયો છે.

બેઠકમાં પાટીદાર સહિત બિન અનામત વર્ગને અનામતનો લાભ કેવી રીતે મળી શકે તે મુદ્દો પણ ચર્ચાઇ શકે છે. પ્રદેશ કોગ્રેસ પ્રમુખ પાટીદારોની ડિમાન્ડને લઇને વિગતવાર વાત કરશે. આમ, બેઠકમાં કોંગ્રેસ અનામતના મુદ્દે શું સ્ટેન્ડ લેવુ તે પણ નક્કી કરશે.

Post Comments