Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બળવાખોર ધારાસભ્યોની સ્ટ્રેેેટેજી, રાજીનામુ કે પછી ક્રોસવોટિંગ

-શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યોના નિર્ણય પર નજર

-ક્રોસવોટિંગ કરે તો છ વર્ષ માટે ચૂંટણી લડી નહીં શકે, રાજીનામાં ધરે તો કોંગ્રેસને ફાયદો થઇ શકે છે

અમદાવાદ,તા.1 ઓગષ્ટ 2017, મંગળવાર

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. અત્યાર સુધીમાં છ બાગી ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યોછે. હવે જયારે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને વ્હિપ આપ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો શું નિર્ણય કરશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.

સૂત્રોના મતે, છ બળવાખોર ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કર્યું છે જેના લીધે કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ ઘટીને ૫૧ થયું છે. હવે વધુ છ બળવાખોરો રાજીનામુ ધરે તો કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી જાય. જે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ માટે ફાયદારૃપ સાબિત થઇ શકે છે કેમ કે,ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને જિતાડવા ૧૫થી વધુ મતોની જરૃરિયાત ઉભી થાય. ભાજપને આ પોષાય તેમ નથી. આ કારણોસર શંકરસિંહ વાઘેલા જૂથના ધારાસભ્યો શું સ્ટ્રેટેજી અપનાવે છે તેના પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ નજર રાખીને બેઠા છે.
શંકરસિંહ વાઘેલા ગાઇવગાડીને કહી ચૂક્યા છે કે, તેઓ અહેમદ પટેલને જ મત આપશે. રાજ્યસભાની ચૂંટણી બાદ તેઓ ધારાસભ્યપદેથી પણ રાજીનામુ ધરી દેશે. જયારે અન્ય ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, સીકે રાઉલજી,અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભોળાભાઇ ગોહિલ, રાઘવજી પટેલ રાજીનામા ધરી દેશે કે પછી ક્રોસવોટિંગ કરશે તે જોવાનુ રહ્યું.

Post Comments