Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધારાસભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી કાયદાકીય પગલા લેવાયા છે

- છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં

- ભાજપમાં અનેક ગુનેગારો ભર્યા છે : તડીપારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાયા છે : કોંગ્રેસના ભરતસિંહ

અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

કોંગ્રેસના સાત ધારાસભ્યોએ પોતાના પદ પરથી અધ્યક્ષને આપેલા રાજીનામા અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તીખી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ધારાસભ્યો પણ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોવાથી કાયદાકીય પગલા લેવાયા છે. ઘણી સમજાવટ પછી પણ જેમણે અમારું માન્ય નથી તેને બરતરફ કરાયા છે.

તેઓએ કહ્યું કે, ક્રોસ વોટીંગ કરનારા આ આઠ ધારાસભ્યો છ વર્ષ માટે ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસમાં નવા અને જુસ્સેદાર લોકો છે જ. બળવાખોર ધારાસભ્યો વિરુધ્ધ અમને ૧૫૦૦ જેટલી અરજી આવી હતી. કોંગ્રેસમાંથી તોડફોડ કરનારા ભાજપ પર ચાબખા મારતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભાજપનાં નેતાઓએ પ્રજાદ્રોહનું કામ કર્યું છે. ભાજપમાં અનેક ગુનેગારો છે. તેમની કતની અને કરણી જ અલગ છે.

જો એક તડીપારને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકતા હોય તો તેની મોરાલીટીની વાત શી કરવી ? ભાજપે ૫૦ લાખ મકાન બનાવવાની વાત કરી હતી. પરંતુ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને તો સપનામાં પણ કોંગ્રેસ આવે છે. રાજસભાની ચૂંટણીના પરિણામ સામે ભાજપ કેનદ્રીય ચૂંટણી પંચ સામે જવાની વાત કરે છે. રદ કરેલા બે મતો જો બલવંતસિંહને ફરીથી મળશે તો પણ તેઓ લીલા તોરણે પાછા આવવાના છે.
 

Post Comments