For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
election banner

Live

  • May 18, 2024 | 4:58 AM

    '..તારા જેવી બઉ ટોપીઓ આવી', મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'

    ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ-સામે આવી ગયેલા ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઇ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યાં હતાં અને મામલો ઉગ્ર બની ગયો હતો.

    Read Article
  • May 18, 2024 | 4:57 AM

    VIDEO | કન્હૈયા કુમારને જાહેરમાં લાફો મારતાં રાજકારણ ગરમાયું, ભાજપ સાંસદની ભૂમિકાનો આરોપ

    લોકસભા ચૂંટણી 2024 માટે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધન હેઠળ કોંગ્રેસે પૂર્વ JNUSU વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે. તે ઉસ્માનપુર વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન કન્હૈયા કુમારને માળા પહેરાવવાના બહાને એક વ્યક્તિ તેમની નજીક આવ્યો અને માળા પહેરાવ્યા બાદ કન્હૈયા કુમારને લાફો ઝીંકી દીધો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

    Read Article
  • May 17, 2024 | 4:32 PM

    અમે તો રૂપાલાને માફ કરીએ છીએ : પદ્મિનીબા વાળા

    રૂપાલાને માફી અંગે પદ્મિનીબાએ કહ્યું હતું કે, 'બહેન-દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતો. અમને પણ રોષ અને ગુસ્સો હતો. મહાસંમેલનો પણ થયા, સરકારે માન ન રાખ્યું. પરંતુ હવે શું? આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલા પાસે ટિકિટ રદ્દ નથી કરાવી શક્યા તો રાજીનામું અપાવે તેવી સંકલન સમિતિની ત્રેવડ નથી કે તેઓ રાજીનામું અપાવી શકશે. સંકલન સમિતિએ અમને હાથો બનાવ્યો. મારી ટીમને હાથો બનાવ્યો. પોતે બધી પાર્ટી પાસે સારા રહ્યા.

    Read Article
  • May 17, 2024 | 3:39 PM

    ભાજપના બંધારણમાં 75 વર્ષ જેવો કોઈ પ્રતિબંધ નથી : વડાપ્રધાન મોદી

    લોકસભા ચૂંટણીને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર 2024 નહીં પરંતુ 2029માં પણ દેશના વડાપ્રધાન બનશે. તેમાં કોઈ શંકા નથી. ભાજપના બંધારણમાં 75 વર્ષ જેવો કોઈ પ્રતિબંધ નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષા મંત્રી તરીકે પોતાના કાર્યકાળ માટે નિર્ણય અને પોતાનું વ્યક્તિત્વ પણ એ નક્કી કરશે કે ભાજપનું 400 પારનું મિશન પૂર્ણ થશે.

  • May 17, 2024 | 3:16 PM

    ઉત્તરપ્રદેશમાં અનેક બેઠકો ફસાઈ : રાજા ભૈયા

    જનસત્તા દળ (લોકતાંત્રિક)ના અધ્યક્ષ અને કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ કહ્યું કે, ગઠબંધનનો દોર છે, તમામ પક્ષ ગઠબંધન કરી રહ્યા છે. આ પોલિટિકલ નૉર્મ થઈ ગયું છે, પરંતુ અમારું કોઈ સાથે ગઠબંધન નથી. તેવામાં કાર્યકર્તા એવું પૂછી રહ્યા છે કે શું કરવાનું છે? તો અમે એ નિર્ણય લીધો છે કે ગઠબંધન નથી થતું તો અમે અમારા ઉમેદવારની ઉતારીએ, જ્યારે સમર્થક એ પૂછે છે કે અમારે મતદાન કર્યાં કરવાનું છે, તો અમે કાર્યકર્તાઓની બેઠક બોલાવી. જેમાં કહેવામાં આવ્યું કે તમારા લોકોની જ્યાં ઈચ્છા હોય ત્યાં મત આપો. અમે કોઈનાથી નારાજ નથી. અમે 6 વખતથી ભાજપને સમર્થન આપતા આવીએ છીએ, તો ભાજપે અમારા અંગે વિચારવું જોઈએ. ઉત્તરપ્રદેશમાં અનેક બેઠકો ફસાઈ છે.

  • May 17, 2024 | 1:50 PM

    હું તમને મારો દીકરો સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે : સોનિયા ગાંધી

    લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે (17મી મે) રાયબરેલીમાં એક જાહેરસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લોકોને ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'હું મારા દીકરા (રાહુલ ગાંધી)ને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે.' આ જાહેરસભમાં રાહુલ ગાંધી, પ્રિયંકા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક ઉપરાંત ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી પણ ઉમેદવારી નોંધાવી છે.

    Read Article
  • May 17, 2024 | 9:14 AM

    લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલ બાદ હવે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પણ ચૂંટણી માટે માંગ્યા જામીન, 21મી તારીખ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  • May 17, 2024 | 7:02 AM

    કોંગ્રેસનું મિશન-135 પાર પાડવા વોર રૂમ તૈયાર કર્યો,વાંચો કઈ રીતે થાય છે કામ ?

    ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે. ભાજપ ગત ચુંટણીઓની સરખામણીમાં આ વખતે વધુ બેઠકો મેળવવાનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું ધ્યાન વધુમાં વધુ બેઠકો પર જીત મેળવવા પર છે. આ માટે તેણે એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ ચુંટણીમાં કોંગ્રેસનો વોર રૂમ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના પર કોંગ્રેસ નેતૃત્વની રેલીઓ, પ્રેસ કોન્ફરન્સ, અખબારોની હેડલાઈન, ડીજીટલ પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયા અને સર્વે જેવા કામકાજનો ભાર છે.

    Read Article
  • May 17, 2024 | 4:13 AM

    છઠ્ઠા તબક્કાની ચૂંટણીના આ ઉમેદવારની સંપત્તિ ફક્ત બે રૂપિયા, ભાજપ કેન્ડિડેટની સૌથી વધુ

    છઠ્ઠા તબક્કાની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમર્સ (ADR)એ જણાવ્યું છે.

    Read Article
  • May 16, 2024 | 10:26 AM

    મમતા બેનર્જીનો કોઈ ભરોસો નથી, જો ભાજપ મજબૂત રહેશે તો તે તેમની તરફ જઈ શકે: કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલમાં જ કહ્યું હતું કે જો વિપક્ષી ગઠબંધનની સરકાર બની તો તે બહારથી સમર્થન કરશે. હવે આ નિવેદન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું, કે 'મમતા બેનર્જીનો કોઈ ભરોસો નથી. ભાજપ મજબૂત રહેશે તો તે તેમની તરફ જઈ શકે છે. મમતા તો પહેલા પણ કોંગ્રેસને ખતમ કરવાની વાત કરી ચૂક્યા છે.'