ઋષિકોન્ડા બીચ, આંધ્રપ્રદેશ : બંગાળની ખાડીમાં આવેલા બેસ્ટ બીચમાંનો એક. સ્વિમિંગ-વોટર સ્કીઇંગના શોખીનો માટે આદર્શ બીચ.

કોવલમ બીચ, કેરળ : રાજ્યના અનેક સુંદર બીચમાંથી આ બીચ લોકોની પ્રથમ પસંદગી. ફરવાની સાથે અહીં આકર્ષક હોટેલ્સ પણ આવેલી છે.

પદુંબિદરી બીચ, કર્ણાટક : ઉડુપી-મેંગલોર હાઇવે પાસે આવેલો લાંબા તટ પર પથરાયેલો બીચ. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિઝ માટે બેસ્ટ પ્લેસ.

સોતાવિલાઈ બીચ, તમિલનાડુ : કન્યાકુમારી પાસે આવેલો આ બીચ તમિલનાડુનો બેસ્ટ બીચ છે. ઓછો જાણીતો પણ આકર્ષક બીચ.

કાશીદ બીચ, મહારાષ્ટ્ર : મુંબઈ પાસે વીકએન્ડ ગેટવે તરીકે આ બીચ લોકપ્રિય છે. એક ખૂબ જ શાનદાર હોલિડે ડેસ્ટિનેશન.

દીઘા બીચ, પશ્ચિમ બંગાળ : બીચની બાબતે ભાગ્યે જ કોઈ પશ્ચિમ બંગાળ પસંદ કરે. પણ દીઘા બીચને રાજ્યનો બેસ્ટ બીચ કહી શકાય.

ગોલ્ડન બીચ, ઓરિસ્સા : પુરીમાં આવેલો આ બીચ 850 મીટર લાંબો છે. જગન્નાથ મંદિરની સાથે સાથે આ બીચની મજા માણી શકાય.

ગોવા : ગોવામાં બાગા, અગોંડા, પલોલેમ, કેનડોલિમ, મોરજીમ, વગેરે જોવા જેવા બીચ છે. અહી ભવ્ય બીચ રિસોર્ટ પણ આવેલા છે.

શિવરાજપુર, ગુજરાત : ગુજરાતનો સુંદર બીચ. સરકારે 100 કરોડના રોકાણની જાહેરાત કરતાં આ બીચ હવે વધુ સુંદર બનશે.

More Web Stories