સાંભળીને આશ્ચર્ય થશે પણ આ ભારતીય સૈનિક મોત બાદ પણ બોર્ડર પર દેશની રક્ષા કાજે પહેરો ભરે છે.

સિક્કિમની રાજધાની ગંગટોકમાં આ સૈનિકનું મંદિર બનાવાયું છે, જેમને ભારતીય જ નહીં ચીની સેના પણ માથું ટેકવે છે.

આ સિપાહી એટલે બાબા હરભજનસિંહ, જેમનું ડ્યુટી દરમિયાન ખીણમાં પડી જવાથી મોત થયું હતું.

તેમણે તેમના મિત્રને સપનામાં આવી પોતાની શરીર વિશે જણાવ્યું, જેના ત્રણ દિવસ શોધખોળ પછી તેમનો દેહ મળ્યો.

તેમણે સ્વપ્નમાં આવી પોતાની એક સમાધિ બનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી, જેના બાદ તેમની સમાધિ બનાવાઈ.

માન્યતા છે કે તેઓ આજે પણ પોતાની ફરજ નિભાવે છે અને સપનામાં આવી ચીનની ગતિવિધીઓ વિશે માહિતી આપે છે.

તેમની માન્યતા એટલી છે કે તેમને અન્ય સૈનિકોની જેમ પગાર, રજાઓ અને સુવિધા અપાય છે, હાલ તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે.

રજાઓમાં તેમની ટિકિટ બૂક કરાવવામાં આવે છે, એમનો સામાન રેલવે સ્ટેશન મૂકવા સ્થાનિકો જાય છે.

આટલું જ નહીં, જ્યારે ભારત-ચીન વચ્ચે ફ્લેગ મિટિંગ થાય, ત્યારે બાબાની એક ખુરશી પણ લગાવવામાં આવે છે.

બાબા હરભજનસિંહના મંદિરમાં તેમના ફોટોની સાથે તેમના જૂતા અને બાકીનો સામાન પણ રખાયો છે.

ભારતીય સેનાના જવાન આ મંદિરની ચોકી કરે છે, એમના જૂતા પણ પોલિશ કરે છે.

સૈનિકોનું કહેવું છે કે તેમના જૂતા પર કિચડ લાગેલું હોય છે અને પથારીમાં કરચલીઓ હોય છે.

ભારતીય સેનાના લોકો માને છે કે બાબા આજે પણ બોર્ડર પર પહેરો આપી દેશની રક્ષા કરે છે.

More Web Stories