થાઈપુસમ, તમિલનાડુ : થાઈપુસમના તહેવાર પર ભક્તો 48 દિવસ સુધી ઉપવાસ કર્યા પછી પોતાના શરીરને હુક અને મોટી ગરમ સોય વડે વીંધે છે, જેને વેલ કહેવાય છે. કેટલાક લોકો આ વેલ વડે ભારે વસ્તુ ખેંચવાનો પણ પ્રયાસ કરે છે.

થિમિથી, તમિલનાડુ : ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારા આ તહેવારમાં પુરુષો દ્રૌપદી પ્રત્યે તેમનું સમર્પણ સાબિત કરવા ધગધગતા અંગાર પર ચાલે છે.

બન્ની ફેસ્ટિવલ, આંધ્રપ્રદેશ : આ તહેવારમાં એકબીજા પર લાકડીથી હુમલો કરવામાં આવે છે. આખું શરીર લોહીથી લથપથ થયું હોવા છતાં લોકો મારવાનું ચાલુ રાખે છે. પહેલાના સમયમાં તો કુહાડી અને ભાલાનો પણ ઉપયોગ થતો હતો.

પુલી કાલી, કેરળ : ઓનમનો જ એક ભાગ છે. કલાકાર વાઘ જેવો વેશ ધારણ કરી તેની નકલ કરે છે. શિકારી શિકારનો પીછો કરે છે અને પછી બંને વચ્ચે અથડામણ થાય છે. ખૂબ ઉત્સાહ સાથે આ દ્રશ્યો ભજવવામાં આવે છે.

ગરૂડન થૂકમ, કેરળ : કેરળના કાલી મંદિરમાં કરવામાં આવતી આ વિધિમાં નર્તકો ગરુડનો વેશ ધારણ કરે છે. તેમના શરીરને હૂક સાથે ભરાવી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વિધિ મકર ભરણી અને કુંભ ભરણીના દિવસે કરાય છે.

ગોવર્ધન પૂજા, મધ્યપ્રદેશ : ભિડાવડ ગામમાં યોજાતી આ પરંપરામાં ગામલોકો તેમના ઢોરઢાંખરને શણગારે છે અને જમીન પર સૂઈ જાય છે. પછી ઢોર તેમના પરથી ચાલે છે. આ વિધિ પાંચ દિવસના ઉપવાસ પછી થાય છે.

મડે સ્નાન, કર્ણાટક : મડે સ્નાનની વિધિમાં ભક્તો કેળના પાંદડા પર આળોટે છે. એકવાર બ્રાહ્મણો જમી લે પછી તેમના વધેલા ભોજન પર નીચી જાતિના લોકો આળોટે છે, આવું તેઓ પોતાને બિમારીઓથી મુક્ત કરવા કરે છે.

બેબી ટોસિંગ : મહારાષ્ટ્રના શોલાપુર પાસે બાબા ઉમર દરગાહમાં બાળકોને 50 ફૂટની ઊંચાઈથી નીચે ફેંકાય છે, નીચે ઉભેલા માણસો ચાદરમાં બાળકને ઝીલે છે. આ સિવાય કર્ણાટકના સંતેશ્વર મંદિરમાં પણ આવો જ રિવાજ છે.

More Web Stories