આ વાવ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના ગિરધરનગર સ્થિત હીરાપુર ગઢમાં અવશેષના રૂપમાં છે.

રાજ ગિરધર સિંહ ગૌડે 250 વર્ષના શાસન દરમિયાન 8 વાવ બનાવડાવી હતી.

તેમાંથી એક વાવને તાંત્રિક વાવ કહે છે, આ વાવનું પાણી પીવાથી સગા ભાઈઓ ઝઘડવા લાગે છે.

ભાઈઓ ત્યાં સુધી ઝઘડે છે કે એકબીજાનો જીવ લેવા પર ઉતરી આવે છે.

જ્યારે રાજપરિવારના અન્ય લોકો સાથે આવી ઘટના બનવા લાગી ત્યારે રાજાએ તેને બંધ કરાવી દીધી.

વાયકા છે કે એક નારાજ તાંત્રિકે જાદુમંતર કર્યા બાદ આ વાવના પાણીનો પ્રભાવ આવો થઈ ગયો.

આ વાવ આશરે 100 સ્ક્વેર ફૂટની છે અને 10 ફૂટ ઊંડી છે.

આ નગર પહેલાથી જ જાદુગર-તાંત્રિક માટે પ્રખ્યાત હતું, હાલ વાવ અને મહેલ બંને જર્જરીત હાલતમાં છે.

More Web Stories