અંતરિક્ષથી લેવાયેલી મહાકુંભની તસવીરો, જુઓ અદભુત દ્રશ્યો.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
ISROના નેશનલ રિમોટ સેન્સીંગ સેન્ટરએ મહા કુંભની ઉપગ્રહની તસવીરો શેર કરી છે જેમાં અંતરિક્ષમાંથી મહા કુંભ કેવો દેખાય છે તેની માહિતી છે.
તસવીરોમાં મહાકુંભ પહેલાના દ્રશ્યની ઝલક અને મેળો શરૂ થયા બાદના દ્રશ્યો જોઇ શકાય છે.
વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનની અંતરિક્ષમાંથી લેવામાં આવેલી તસવીરો મંત્રમુગ્ધ કરી દે તેવી છે.
તસવીરમાં મેળાનું આયોજન કરવા માટે બાંધવામાં આવેલી વિવિધ સ્ટ્રકચર પણ બતાવવામાં આવ્યા છે.
આ તસવીરોમાં 45 દિવસ સુધી ચાલનારા આ મેળામાં નદી પર બનેલા પોન્ટૂન પુલ પણ નજરે પડે છે.
ઈસરો દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્રયાગરાજમાં શિવાલય પાર્ક અને અસ્થાયી ટેન્ટ સિટી પણ દેખાય છે.
એટલું જ નહીં શિવાલય પાર્કમાં બનેલો ભારતનો નકશો પણ અંતરિક્ષથી ખૂબ જ સુંદર લાગે છે.
અત્યાર સુધી 10 કરોડથી વધુ લોકો એકતાના આ મહાકુંભમાં શ્રદ્ધાથી ડૂબકી મારી ચૂક્યા છે.