મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં 7 દિગ્ગજ મહિલા સાંસદોને સ્થાન.

અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી યુવા મહિલાનો ચહેરો, અપના દળ (એસ)ના સુપ્રીમોએ મિર્ઝાપુર બેઠક પર જીત મેળવી છે.

ધાર લોકસભા બેઠકમાંથી જીત હાંસલ કરનારી આદિવાસી મહિલા સાવિત્રી ઠાકુર સાંસદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્ય પ્રદેશના માલવા અને નિમાડ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે.

મોદી મંત્રીમંડળમાં સામેલ રક્ષા ખડસેએ મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેના દિકરાની વહુ છે, તે 26 વર્ષીય વયમાં પ્રથમ વખત સાંસદ બન્યા હતા.

નિર્મલા સીતારમણ રાજ્યસભાના સાંસદ તરીકે પ્રથમ અને બીજા કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. ત્રીજી વખત કેબિનેટમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.

નિમુબેન બાંભણિયા ગુજરાતના ભાવનગરના સાંસદ છે. તે રાજનેતા હોવાની સાથે કાર્યકર પણ છે. લોકસભા ચૂંટણી પહેલાં તેઓ મેયર પણ હતા.

મોદી સરકારના કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા અન્નપૂર્ણા દેવીને બીજી વખત ઝારખંડની કોડરમા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને નવા કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

કર્ણાટકની બેંગ્લોર નોર્થ સીટથી જીતેલા શોભા કરંદલાજેને ફરી મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ અગાઉની મોદી સરકારમાં પણ મંત્રી હતા.

More Web Stories