રાજસ્થાનના કિરાડુ મંદિર વિશે કહેવાય છે કે સાંજ પછી જે અહીં જાય છે તે પથ્થર બની જાય છે.

જો કે આ જ કારણે હવે લોકો સાંજે આ મંદિરમાં જતા ડરે છે અને પાછું વળીને જોતા પણ નથી.

આ રહસ્યમયી મંદિર રાજસ્થાનના બાડમેરમાં આવેલું છે. તેના નિર્માણમાં દક્ષિણી શૈલી જોવા મળે છે.

ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં ખજૂરાહો જેવી કારીગરી હોવાથી તેને રાજસ્થાનનું ખજૂરાહો પણ કહેવાય છે.

આ મંદિર પાંચ મંદિરોની ચેઈન છે, જો કે હવે મોટાભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

લોકવાયકા છે કે સૂર્યાસ્ત પછી જે કોઈ પણ આ મંદિરમાં જાય છે તે કાયમ માટે પથ્થર બની જાય છે.

આ ભયાનક રહસ્ય પાછળ એક સંતનો શ્રાપ છે. રાજસ્થાન સરકારે પણ સાંજ પછી આ મંદિરમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ મંદિરમાં પાછા વળીને પણ જોવાની પણ મનાઈ છે, સાંજ પછી આ મંદિરે જવાની હિંમત કોઈ નથી કરતું.

દિવસે અહીં ઘણા મુલાકાતી આવે છે, પરંતુ ઉજ્જડ હોવાના કારણે દિવસે પણ આ જગ્યા ડરામણી લાગે છે.

More Web Stories