વિશ્વભરમાં રોજ આશરે 2.25 અબજ કપ કોફી પીવાય છે..

50 ટકાથી વધુ ભારતીયો ઓછામાં ઓછી એક કોફી પીવે છે..

Taste Atlas એ વિશ્વની મોસ્ટ પોપ્યુલર 38 કોફીનું એક લિસ્ટ જાહેર કર્યું છે..

આ લિસ્ટમાં ભારતની 'ફિલ્ટર કોફી' બીજા નંબરે છે, જેને સાઉથ ઇન્ડિયન કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે..

ફિલ્ટર કોફી તેની મહેક અને સહેજ કડવા સ્વાદના કારણે ખૂબ જ લોકપ્રિય છે..

આ લિસ્ટમાં ક્યુબાની 'ક્યુબન એસ્પ્રેસો' કોફી પહેલા નંબરે છે, જયારે ત્રીજા નંબરે ગ્રીસની 'એસ્પ્રેસો ફ્રેડો' કોફી છે..

આ સિવાય ટોપ 10 લિસ્ટમાં ફ્રેડ્ડો કેપ્પુચિનો (ગ્રીસ), કેફે બોમ્બમ (સ્પેન), કેપ્પુચિનો (ઇટાલી) છે..

ટોપ 10ની યાદીમાં તુર્કી કોફી (તુર્કી), રિસ્ટ્રેટો (ઇટાલી), ફ્રેપે કોફી (ગ્રીસ) અને વિયેતનામ કોફી (વિયેતનામ)નો પણ સમાવેશ થાય છે..

આ રહ્યું ટોપ 10 મોસ્ટ પોપ્યુલર કોફીનું લિસ્ટ.

More Web Stories