ચાલો નજર કરીએ કેટલાક ચીતરી ચઢાવે તેવા વિઅર્ડ ફૂડ કોમ્બિનેશન્સ પર...

મેગી મિલ્કશેક : લાગ્યું ને અજીબ? વિચારો જેને ભાવ્યું હશે એનો ફૂડ સેન્સ કેટલો ગજબનો હશે.

આઈસ્ક્રિમ પકોડા : લોકડાઉનમાં લોકોએ જે હાથમાં આવ્યું તેનું કોમ્બિનેશન કરી નાખ્યું.

આમરસ ઢોસા : ઘણા ફૂડ જોઈન્ટ્સ પર આમરસ ઢોસા પીરસાય છે અને લોકો હોંશે હોંશે આરોગે છે.

ગુલાબજાંબુ સમોસા : ગુલાબજાંબુના સમોસા, વાઈરલ થવાના ક્રેઝમાં લોકો કઈ હદ સુધી જશે.

ડ્રેગન ફ્રુટ ચા : તમારી ચામાં કોઈ ડ્રેગન ફુટ નાખે તો? ઈમેજીન કરીને જ ગુસ્સે થઈ ગયા ને?.

ચોકલેટી ખાખરા : ક્યારેય ચોકલેટી ખાખરા ટ્રાય કર્યા? જો કે તે લોકોને પસંદ પડી રહ્યા છે.

કુરકુરે મિલ્કશેક : આ જોઈને ખરેખર એમ થાય કે લોકો આવું કરતાં પહેલાં વિચારતા જ નહિ હોય.

કાજુ કતરી વિથ કેચપ : કાજુ કતરી અને એ પણ કેચપની સાથે, વિચાર માત્રથી જ ચીતરી ચઢી જાય.

More Web Stories