લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ 15માંથી 10 ઉમેદવારો રિપીટ કરાયા છે અને 5નું પત્તું કપાયું છે. તો ચાલો નજર કરીએ ક્યાં કોણ રિપીટ થયું ને ક્યાં કોનું પત્તું કપાયું.
કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને ભાજપે આ વખતે પણ ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે.
બનાસકાંઠા બેઠક પર પરબત પટેલનું પત્તુ કપાયું છે અને આ વખતે રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે રિપીટ કરાયા છે.
ગાંધીનગર બેઠક પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ભાજપે ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે.
અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકીનું પત્તુ કપાયું છે. આ વખતે દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
પોરબંદર બેઠકના સાંસદ રમેશ ધડુકનું આ વખતે પત્તુ કપાયું છે અને મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
જામનગર બેઠક પર હાલનાં સાંસદ પૂનમ માડમને આ વખતે પણ ભાજપે રિપીટ કર્યાં છે.
આણંદ બેઠક પરથી મિતેશ પટેલને ભાજપે ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે.
ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને આ વખતે પણ ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
પંચમહાલ બેઠક પરથી આ વખતે રાજપાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે, રતનસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે.
દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોરને ફરી એકવાર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને આ વખતે પણ ઉમેદવાર તરીકે રિપીટ કરાયા છે.
બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવાને ભાજપે ઉમેદવાર તરીકે રિપિટ કર્યા છે.
નવસારી બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને આ વખતે પણ ભાજપે ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે.
રાજકોટ બેઠક પર હાલના સાંસદ મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે, આ વખતે ભાજપે પરશોત્તમ રુપાલાને ત્યાંના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.