જો એવું બને કે તમે યુવાનીમાં જ વૃદ્ધ દેખાવા લાગો તો? આવું ખરેખર એક ગામમાં બને છે..

છત્તીસગઢના બીજાપુરથી 60 કિમી દૂર ગેરાગુડા ગામના લોકો યુવાન હોવા છતાં શરીરથી વૃદ્ધ દેખાવા લાગે છે.

અહીં 25 વર્ષના લોકો પણ લાકડી સાથે જોવા મળે છે, 40 વર્ષની ઉંમરે વ્યક્તિ સાવ વૃદ્ધ થઈ જાય છે.

જો કે આમ થવા પાછળનું કારણ ત્યાંના ભૂગર્ભ જળના સ્ત્રોતમાંથી નીકળતા પાણીને માનવામાં આવે છે.

આ પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાથી લોકો સમય પહેલા વૃદ્ધ, અપંગ અને મોતને ભેટે છે.

અહીં લોકોને અન્ય વિકલ્પ ન હોવાથી ફ્લોરાઈડયુક્ત પાણી જ પીવું પડે છે, નેતાઓ પણ અહીંની દરકાર લેતા નથી.

ગામમાં 4 કુવા છે, પણ એ તમામમાંથી ફ્લોરાઈડયુક્ત પાણી જ નીકળે છે તેથી તેમને સીલ કરી દેવાયા છે.

છતાં લોકોને આવા જ પાણીનો ઉપયોગ કરવો પડે છે, તેઓ પીવા માટે પાણી ખરીદીને લાવી શકે તેમ નથી.

હાલ સ્થિતી એવી છે કે ગામના 60 ટકા લોકોના દાંત પીળા થઈ ચુક્યા છે અને સડી રહ્યા છે.

More Web Stories