પશ્ચિમ બંગાળમાં આવેલા સ્થળ અલેયા ઘોસ્ટલાઇટસ વિશે એવી વાયકા છે કે સૂર્યાસ્ત પછી ત્યાં ના જવું, જો કોઇ જાય તો તેમનું મૃત્યુ થઇ જાય છે.

કોલકાતાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં થોડા વર્ષો પહેલા એક વિદ્યાર્થી ગયેલો, જે પાછો નહોતો આવ્યો, આજે પણ પુસ્તકાલયમાં કાગળ અને સામગ્રી વેરવિખેર જોવા મળે છે.

સિમલા કાલકા રોડ પર આવેલ ટનલ-103 વિશે લોકો માને છે કે અહિં ઘણી આત્માઓ રહે છે. લોકોએ ઘણી વાર અહીં એક મહિલાને ચાલતી જોઇ છે.

મેરઠના જી પી બ્લોક વિસ્તારમાં એક બે માળની ઇમારતમાં ઘણી આત્માઓ રહે છે, ઘણીવાર લાલ ડ્રેસવાળી છોકરી ઘરની બહાર ઉભેલી જોવા મળે છે.

જો તમને લાગે કે ભૂત ખંડેર જેવી જગ્યાએ જ હોય પણ એવું નથી. રામોજી ફિલ્મ સીટી પણ ભૂતનો વાસ હોવાનું લોક વાયકા છે.

દિલ્હીની અગ્રસેનની બાવલી વિશે કહેવાય છે કે જ્યારે તેમાં કાળા પાણી ભરાઈ જાય, ત્યારે તે લોકોને મરી જવા મોહિત કરે છે. આજે પણ આ જગ્યાએ સૂર્યાસ્ત પછી લોકો નથી આવતા.

ગોવાના ચર્ચ ઓફ થ્રી કિંગની આસપાસ રહેતા લોકો માને છે કે ચર્ચમાં ભૂતનો વાસ છે, આ ચર્ચમાં કેટલાક પોર્ટુગીઝ રાજાની હત્યા કરાઈ હતી.

પુણેનો શનિવારવાડા કિલ્લોમાં રાજકુમારનો આત્મા ભટકતો હોવાની વાયકા છે, ડરના માર્યે સૂર્યાસ્ત પછી કોઇ કિલ્લા પાસે જતું નથી.

આસામની જતીંગા ખીણમાં સપ્ટેમ્બર મહિનામાં દરરોજ રાત્રે હજારો પક્ષીઓ મૃત્યુ પામે છે, લોકો આ પાછળ કોઈ નકારાત્મક ઉર્જા હોવાનું માને છે.

More Web Stories