ભારતના 10 સૌથી જૂના મંદિરો ધરાવે છે હજારો વર્ષનો ઈતિહાસ.

મુંડેશ્વરી દેવી મંદિર, બિહાર: ચોથી સદીમાં ગુપ્તકાળમાં બનાવવામાં આવેલું આ મંદિર બિહારના કૈમુરમાં આવેલું છે.

કૈલાસ મંદિર, મહારાષ્ટ્ર: ભગવાન શિવને સમર્પિત ઔરંગાબાદ નજીક આવેલું આ મંદિર આઠમી સદીમાં રાષ્ટ્રકુટ રાજવંશ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આદિ કુંબેશ્વર મંદિર, તમિલનાડુ: એક હજાર વર્ષ જૂનું કુંભકોણમમાં સ્થિત આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. જે ચોલ વંશ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

શોર ટેમ્પલ, તમિલનાડુ: બંગાળની ખાડીના કિનારે આવેલું પલ્લવ વંશ દ્વારા આઠમી સદીમાં બાંધવામાં આવેલું આ મંદિર ભગવાન શિવ અને વિષ્ણુને સમર્પિત છે.

દ્વારકાધીશ મંદિર, ગુજરાત: ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરનું નિર્માણ 2,000 વર્ષ પહેલાં થયું હોવાનું માનવામાં આવે છે.

કોણાર્ક સૂર્ય મંદિર, ઓડિશા: પૂર્વીય ગંગા વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા તેરમી સદીમાં બંધાયેલ આ મંદિર સૂર્ય દેવને સમર્પિત છે.

બદામી ગુફા મંદિરો, કર્ણાટક: આ પથ્થર કાપેલા મંદિરો છઠ્ઠી સદીના છે અને તે શિવ, વિષ્ણુ અને જૈન તીર્થંકરો જેવા વિવિધ હિંદુ દેવતાઓને સમર્પિત છે.

મીનાક્ષી મંદિર, તમિલનાડુ: છઠ્ઠી સદીની આસપાસ બંધાવેલું આ મંદિર દેવી મીનાક્ષી (પાર્વતી) અને ભગવાન સુંદરેશ્વર (શિવ)ને સમર્પિત છે.

બૃહદેશ્વર મંદિર, તમિલનાડુ: 11મી સદીમાં ભગવાન શિવને સમર્પિત આ મંદિર રાજા રાજરાજા ચોલ પ્રથમ દ્વારા બનાવવામાં આવેલ દ્રવિડિયન સ્થાપત્યનો અજાયબી છે.

કેદારનાથ મંદિર, ઉત્તરાખંડ: હિમાલયમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. જેનું પાંડવો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોવાની માન્યતા છે.

More Web Stories