પશુપતિનાથ મંદિર, નેપાળ : 246 હેક્ટરમાં ફેલાયેલું મંદિર. ભગવાન શિવને સમર્પિત આ મંદિર કાઠમંડુમાં આવેલું છે.

અંગકોરવાટ મંદિર, કંબોડિયા : 162.6 હેક્ટરમાં ફેલાયેલું મંદિર. 12મી સદીમાં રાજા સૂર્યવર્મન બીજાએ બંધાવેલું.

અક્ષરધામ, નોર્થ અમેરિકા : 74 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. એશિયા બહાર સૌથી વધુ મુલાકાતી ધરાવતું મંદિર.

રંગનાથનસ્વામી મંદિર, તિરુચિરાપલ્લી : 63.1 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું. યુનેસ્કો દ્વારા એશિયા પેસિફિક એવોર્ડથી સન્માનિત.

અક્ષરધામ, દિલ્હી : 2005માં BAPS દ્વારા બંધાવવામાં આવેલું ભવ્ય મંદિર, 24 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે.

બેલુર મઠ, હાવડા : રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક. સ્વામી વિવેકાનંદ દ્વારા 16 હેક્ટર જમીનમાં સ્થાપિત મંદિર.

થિલ્લાઈ નટરાજા મંદિર, ચિદમ્બરમ : ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર. તમિલનાડુમાં આવેલું છે, 16 હેક્ટરમાં ફેલાયેલું.

પ્રમ્બનન મંદિર, ઈન્ડોનેશિયા : 9મી સદીમાં બંધાયેલું ભગવાન શિવને સમર્પિત. 15.2 હેક્ટરમાં ફેલાયેલું, અહીં ત્રિમૂર્તિનું પણ આકર્ષણ.

બૃહદેશ્વર મંદિર, થંજાવુર : 10.24 હેક્ટરમાં ફેલાયેલું મંદિર ભગવાન શિવને સમર્પિત, યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું છે.

અરૂણાચલેશ્વર મંદિર : તિરુવન્નમલાઈમાં આવેલું ભગવાન શિવને સમર્પિત મંદિર, 10.11 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે.

More Web Stories