ભગવાનની સૌથી ઊંચી મૂર્તિની વાત હોય તો આપણને એમ જ લાગે કે તે ભારતમાં જ હશે.
પણ ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી મૂર્તિ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં આવેલી છે.
જે મુસ્લિમ દેશમાં ભગવાની વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ છે તેનું નામ છે ઈન્ડોનેશિયા.
દુનિયામાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ઈન્ડોનેશિયામાં છે. અહીં આશરે 23 કરોડ મુસ્લિમો રહે છે.
ઈન્ડોનેશિયામાં ઘણી જગ્યાએ હિંદુ સંસ્કૃતિ જોવા મળે છે, અહીંની એરલાયન્સનું નામ પણ ગરુડા છે.
અહીંના બાલી બીચ પર ભગવાન વિષ્ણુની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, જે 122 ફૂટ ઊંચી છે.
આ મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ ગરુડાના નામે પ્રખ્યાત છે. આ મૂર્તિને તાંબા-પીતળથી બનાવવામાં આવી છે..
આ મૂર્તિ 122 ફૂટ ઊંચી અને 64 ફૂટ પહોળી છે, જેને બનાવવામાં 24 વર્ષનો સમય લાગ્યો હતો.
ન્યોમાન નુઆર્તાએ આ મૂર્તિ બનાવી હતી, જેમને પદ્મશ્રી આપી ભારત સરકારે સન્માનિત પણ કર્યા હતા.