તમને એમ થશે કે વિશ્વની સૌથી અઘરી પરીક્ષામાં UPSC અથવા JEEનો ક્રમ પહેલો આવતો હશે.
જો કે આ બંને નહીં પણ ચીનની ગાઓકાઓ (Gaokao) પરીક્ષા વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે.
ગાઓકાઓ ચીનની કોલેજમાં એડમિશન માટેની એક એન્ટ્રન્સ એક્ઝામ છે.
આ એક્ઝામનો કુલ સ્કોર 750 છે અને કટઓફ 600 છે. આ પરીક્ષા બે દિવસ ચાલે છે.
Erudera પ્રમાણે ગાઓકાઓ પરીક્ષા બે દિવસ ચાલે છે, રોજ બાળકોની 10 કલાક પરીક્ષા લેવાય છે.
દર વર્ષે એક કરોડથી વધારે વિદ્યાર્થીઓ ગાઓકાઓ પરીક્ષા આપે છે, જે જૂનમાં યોજાય છે.
આ પરીક્ષામાં પહેલા વિદ્યાર્થીઓને એક ફોર્મમાં પોતાની મનપસંદ કોલેજ પસંદ કરવાની હોય છે.
2016મા ચીનની સરકારે જાહેરાત કરી હતી કે, જો કોઈ આ પરીક્ષામાં ગરબડી કરવામાં સામેલ હશે તો તેને જેલની સજા થશે.