અજાયબીઓથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના પાછળનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા. નજર કરીએ આઠ આવા સ્થળો પર, જેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય.

બ્લડ ફોલ : એન્ટાર્કટિકામાં આવેલા આ સ્થળ વિશે વૈજ્ઞાનિકોનો દાવો છે કે ત્યાં આયર્નની માત્રા ખૂબ વધારે છે. આનાથી ધોધમાં પડતા પાણીનો રંગ લાલ છે.

કેન ક્રિસ્ટલ્સ : કોલંબિયામાં આવેલી આ જગ્યા પર ઉનાળામાં પાણી લાલ થઈ જાય છે. અહીં વિચિત્ર વૃક્ષો અને છોડ પણ આવેલાં છે, જે બીજે ક્યાંય જોવા મળતા નથી.

ડેડ સી : જોર્ડનમાં આવેલા આ દરિયામાં કોઈ તરી શકતું નથી. જો કોઈ તેમાં તરવા જાય છે તે આપોઆપ બહાર આવી જાય છે. પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોવાથી આ દરિયામાં કોઈ જળચર પ્રાણી રહેતા નથી.

જેકબ વેલ : અમેરિકાના વિમ્બલીમાં આવેલી આ જગ્યાએ 100થી વધારે લોકો ગાયબ થઈ ચૂક્યા છે. લોકો પાણીમાં નહાવા પડે છે અને ગાયબ થઈ જાય છે, છતાંયે આ સ્થળ પર લોકો ફરવા જાય છે.

ઈલાહા દા ક્યૂઈમાદા : બ્રાઝિલના ઈલાહા દા ક્યૂઈમાદા બેટ પર સાપોની ભરમાર છે. આ બેટ પર તમને ત્રણ ફૂટ જગ્યામાં પાંચ સાપ જોવા મળે છે. અહિં સાપોની આટલી સંખ્યા હોવા પાછળનું કારણ નથી જાણી શકાયું.

બર્મ્યુડા ટ્રાયંગલ : અહીં ગુરૂત્વાકર્ષણ બળ વધારે હોવાથી જ્યારે તેના પરથી કોઈ ગુજરે છે, આ ટ્રાયંગલ તેને પોતાની અંદર ખેંચી લે છે. એટલાન્ટિક મહાસાગરમાં આવેલા આ ટાર્યંગલનું રહસ્ય હજુ અકબંધ છે.

ચોલુલાનો ગ્રેટ પિરામિડ : મેક્સિકોમાં આવેલો આ પિરામીડ કોણે અને ક્યારે બનાવડાવ્યો તેની કોઈ માહિતી નથી. તેનો કોઈ ઈતિહાસ નથી. આ પિરામિડ મંદિર જેવો છે, જેના પર ચઢવા માટે સીડી પણ છે.

દનાકિલનું રણ : ઈથોપિયામાં આવેલા આ રણને ક્રુઅલેસ્ટ પ્લેસ ઓન ધ અર્થ કહેવાય છે. અહીં આખુ વર્ષ તાપમાન 48 ડિગ્રી સેલ્શિયસ હોય છે, ઘણીવાર તે 145 ડિગ્રીએ પહોંચી જાય છે, જેથી અહીં માનવજીવન અશક્ય છે.

More Web Stories