તમને જાણીને નવાઈ લાગશે કે આર્જેન્ટિનામાં પણ હસ્તિનાપુર નામનું શહેર આવેલું છે, લોકો તેને સિટી ઓફ વિઝડમ તરીકે ઓળખે છે.

અહીંના સ્થાનિકો ગણેશજી અને શિવજીની પૂજા કરે છે. કેટલીક મૂર્તિઓ તો મંદિરની બહાર મૂકવામાં આવી છે.

આર્જેન્ટિનામાં આવેલું આ શહેર લગભગ 50 એકરમાં ફેલાયેલું છે, જે 1981માં અદા આલબ્રેચે ઊભું કર્યું હતું.

અદા આલબ્રેચ ઋષિકેશ આવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા.

આર્જેન્ટિનાના હસ્તિનાપુરમાં ડઝનથી પણ વધુ હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે.

આ શહેરમાં પાંડવોને પણ એક મંદિર સમર્પિત છે. લોકો અહીં પૂજા પાઠ માટે આવે છે અને શાકાહારી ભોજનની મજા માણે છે.

12 જેટલા લોકો મંદિરની દેખરેખ રાખે છે. ઉપરાંત વિકેન્ડમાં સ્થાનિકો આ શહેરની સાફ-સફાઈ પણ કરે છે.

મજાની વાત તો એ છે કે આ શહેરમાં કોઈ પૂજારી નથી, લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે જ ભગવાનની પૂજા કરે છે.

More Web Stories