ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ચોમાસામાં ફરવાની ગુજરાતની 10 બેસ્ટ જગ્યાઓ.

વિલ્સન હિલ્સ, વલસાડ: સુરતની નજીક ધરમપુરમાં આવેલું 'મિની સાપુતારા' તરીકે ઓળખાતું આ હિલ સ્ટેશન ટ્રેકિંગમાં રસ ધરાવતા લોકો માટે આ બેસ્ટ છે.

ગિરા ધોધ, ડાંગ: વાઘાઈથી લગભગ 3 કિમી દૂર આવેલો આ ધોધ, અંબિકા નદીમાં 30 મીટર ઉંચાઈથી પડતો કુદરતી ડ્રોપ છે.

પોલો ફોરેસ્ટ, સાબરકાંઠા: 400 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેયા આ જંગલમાં આવેલા પ્રાચીન જૈન અને હિન્દુ મંદિરો કુદરતી સૌંદર્યમાં ઇતિહાસ અને આધ્યાત્મિકતા ધરાવે છે.

ગિરનાર પર્વત, જુનાગઢ: હિમાલય કરતા પણ જુના આ પર્વત પર હિન્દુ તેમજ જૈન મંદિરો આવેલા છે. ગુજરાતનું સૌથી ઊંચું આ શિખર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે.

નિનાઈ ધોધ, નર્મદા: 30 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતો આ ધોધ ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. અહી નજીકમાં શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય પણ છે.

ડોન હિલ્સ, ડાંગ: સહ્યાદ્રી પર્વતમાળામાં 1070 મીટર ઊંચાઈ પર આવેલા આ હિલ સ્ટેશનમાં સ્વયંભૂ શિવલિંગ પર ઝરણાનો અભિષેક થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા: ચોમાસામાં મુલાકાત લેવાતી આ સૌથી લોકપ્રિય જગ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, ફ્લાવર વેલી, લેસર શો, કેક્ટસ ગાર્ડન, નૌકા વિહાર અદ્ભુત અનુભવ આપે છે.

સાપુતારા, ડાંગ: લીલાછમ જંગલો અને શિખરો ધરાવતા આ હિલ સ્ટેશનમાં સનસેટ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન અને લેક ​​ગાર્ડનની મુલાકાત લેવા જેવી છે.

ઝરવાણી ધોધ, નર્મદા: નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે આવેલો આ ધોધ શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર આવેલો છે.

More Web Stories