સાસુ નીતુ કપૂરે આલિયાને બર્થડે વિશ કરતા કહ્યું 'મારી સુંદર મિત્ર'.

આલિયા ભટ્ટ 15 માર્ચે એટલે કે આજે તેનો 32મો બર્થડે ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેને તેના પરિવાર તરફથી ઘણી શુભકામનાઓ મળી હતી.

આલિયાની સાસુ નીતુ કપૂરે તેને 'સુંદર મિત્ર' ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.

નીતુ કપૂરે તેના સોશિયલ મીડિયા પર આલિયા સાથે એક સુંદર તસવીર શેર કરી હતી, જેમાં બંને બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હતા.

રિદ્ધિમા કપૂર સાહનીએ થાઇલેન્ડમાં આલિયા સાથે ન્યૂ યરની રજાઓમાંથી એક સેલ્ફી પોસ્ટ કરી હતી.

કરીના કપૂર ખાને આલિયા સાથેની એક મજેદાર તસવીર શેર કરી અને લખ્યું, 'મારી પ્રિય ગર્લને જન્મદિવસની શુભકામનાઓ. લવ યુ સો મચ સુપરસ્ટાર'.

આલિયાની બહેન પૂજા ભટ્ટે તેને બાળપણની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સાથે બર્થડે વિશ કર્યું હતુ.

More Web Stories