Met Gala 2025: બોલિવૂડના આ સ્ટાર કરશે મેટ ગાલામાં ડેબ્યૂ.
ફેન્સ પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ મેટ ગાલા 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વખતે મેટ ગાલા ફેશન ઇવેન્ટ આજે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાવાની છે.
મેટ ગાલા ફેશન ઇવેન્ટમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી કિયારા અડવાણી, સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પણ ડેબ્યૂ કરવાના છે.
શાહરૂખ ખાન અને કિયારા અડવાણી મેટ ગાલા 2025માં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે.
કિયારાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને ફેન્સને તેની હોટલના રૂમમાંથી એક તસવીર બતાવી.
આ ઉપરાંત દિલજીતે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને મેટ ગાલાનીએક ઝલક પણ આપી.
દિલજીતે પહેલી પોસ્ટમાં 'ફર્સ્ટ ટાઈમ' લખ્યું હતું અને બીજી પોસ્ટમાં તેણીએ 'મેટ ગાલા 2025' લખેલું સફેદ બાથરોબ બતાવ્યું.