જૂનમાં રીલીઝ થશે સિતારે જમીન પર, Housefull 5 સહિત 7 ફિલ્મો, નોંધી લો તારીખ.

જૂનમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેમાં કમલ હાસનથી લઈને આમિર ખાન સુધી, ઘણા મોટા સ્ટાર્સ આ મહિને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

કમલ હાસન, સિલમ્બરસન, ત્રિશા કૃષ્ણન, સાન્યા મલ્હોત્રા અભિનીત 'ઠગ લાઈફ' 05 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું દિગ્દર્શન મણિરત્નમ દ્વારા કરવામાં આવ્યું છે.

અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, રિતેશ દેશમુખ, ફરદીન ખાન, શ્રેયસ તલપડે, નાના પાટેકર, જેકી શ્રોફ, જેકલીન ફર્નાન્ડીઝ અને નરગીસ ફખરી અભિનીત 'હાઉસફુલ 5' 6 જૂને રિલીઝ થશે.

આમિર ખાનની 'તારે જમીન પર' 2007 માં રિલીઝ થઈ હતી. હવે તેની સિક્વલ 'સિતારે જમીન પર' 20 જૂને રિલીઝ થશે.

નાગાર્જુન, ધનુષ, રશ્મિકા મંદાનાં, જિમ સર્ભ, પ્રિયાંશુ ચેટર્જી અને દિલીપ તાહિલ અભિનીત 'કુબેરા' ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કાજોલ, રોનિત રોય, ઇન્દ્રનીલ સેનગુપ્તા અને ખેરિન શર્માની આ હોરર ફિલ્મ 'મા' 27 જૂને હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ભાષામાં એકસાથે રિલીઝ થશે.

માંચુ વિષ્ણુ, અક્ષય કુમાર, પ્રભાસ, મોહનલાલ અભિનીત 'કનપ્પા' ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વિજય રાજ, પ્રીતિ ઝાંગિયાની અને મુશ્તાક ખાન સ્ટારર ફિલ્મ 'જ્ઞાનવાપી ફાઇલ્સ' 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની સ્ટોરી ઉદયપુરના દરજી કન્હૈયાલાલની હત્યા પર આધારિત છે.

More Web Stories