77માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ ઈતિહાસ રચી દીધો છે.
અનસૂયા આ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય બની છે.
તેમને આ એવોર્ડ ફિલ્મ 'શેમલેસ' માટે મળ્યો છે, જેનું નિર્દેશન બલ્ગેરિયન ફિલ્મમેકર કોન્સ્ટેન્ટિન બોજાનોવે કર્યું છે.
અનસૂયા સેનગુપ્તાની કાન ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં બેસ્ટ અભિનેત્રી તરીકે પસંદગી કરાઈ.
મૂળ કોલકાતાની અનસૂયા સેનગુપ્તા મુંબઈમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કામ કરે છે, જે હાલ ગોવામાં રહે છે.
અનસૂયા સિવાય બે ભારતીય ફિલ્મો 'સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો' અને 'બન્નીહૂડ'ને 'લા સિનેફ સિલેક્શન'માં સ્થાન મળ્યું છે.
14મેના રોજ શરૂ થયેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ 25મેના રોજ પૂર્ણ થયો હતો.
મહત્વનું છે કે ભારતની પાયલ કાપડિયાએ પણ ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' માટે ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ સર્જ્યો છે.