ભારતનું એવું મંદિર જેના ઉપર નથી બેસતું કોઈ પક્ષી, આ મંદિરમાં છે વિશ્વનું સૌથી મોટું રસોડું.

મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે, તેમજ તે હંમેશા પવનની વિરૂધ્ધ દિશામાં જ લહેરાય છે.

મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે જે કોઈપણ દિશાથી જોઈ શકાય છે અને દરેક દિશાથી જોતા તે તમારી સામે જ છે એવું લાગે છે.

214 મીટરની ઊંચાઈ ધરાવતું જગન્નાથ મંદિર ચાર લાખ ફૂટ ક્ષેત્રફળમાં ધરાવતું હોવાથી પણ તેના ઘુમ્મટ પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી.

સામાન્ય રીતે પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે પરંતુ અહીં પવન જમીન પરથી સમુદ્ર તરફ વહે છે.

સામાન્ય રીતે મંદિર પર પક્ષીઓ બેઠેલા જોવા મળતા હોય છે, પરંતુ આજ સુધી ક્યારેય પુરી મંદિર પરથી કોઈ પક્ષી કે ઉડતું કે તેના પર બેઠેલું જોવા નથી મળતું.

આ મંદિર વિશ્વનું સૌથી મોટું રસોડું ધરાવે છે, તેમજ ગમે એટલા ભક્તો આવે તો પણ પ્રસાદ ક્યારેય ખૂટતો નથી, પણ રાતે જયારે મંદિરના દ્વાર બંધ થાય ત્યારે પ્રસાદ આપોઆપ પૂરો થઈ જાય છે.

એક ઉપર બીજું એમ માટીના સાત વાસણ મૂકીને પ્રસાદ બનાવવામાં આવે છે. જેમાં સૌથી ઉપરના વાસણમાં પહેલા પ્રસાદ તૈયાર થાય છે.

મંદિરની અંદર પ્રવેશ કરતા જ સમુદ્રની લહેરોનો અવાજ આવતો આપોઆપ બંધ થઈ જાય છે.

ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથની મૂર્તિ દર 12 વર્ષે બદલી નાખવામાં આવે છે, તેમજ મૂર્તિ બદલતી વખતે અંધારું કરી દેવામાં આવે છે.

More Web Stories