આજે રાજસ્થાનના એવા મંદિર વિશે વાત કરીએ જ્યાં પ્રવેશતાની સાથે જ જમીન પર આળોટતા અને ચીસો પાડતા લોકો જોવા મળશે.

રાજસ્થાનના દૌસા જીલ્લામાં મહેંદીપુર બાલાજી મંદિર આવેલું છે, જ્યાં પહેલીવાર આવનારા લોકોને ડર લાગે છે.

આ મંદિર જયપુરથી 100 કિમી દૂર આવેલુ છે, જે હનુમાનજીના દસ પ્રમુખ સિદ્ધપીઠોમાંથી એક છે.

આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં વિરાજે છે, જે વ્યક્તિમાં ભૂત-પ્રેતનો વાસ હોય છે તે અહીં નથી આવી શકતા.

આ જ કારણે લોકો ઘણાં વર્ષોથી ભૂત પ્રેત અને વળગાડમાંથી મુક્તિ મેળવવા માટે દુર દુરથી અહીં આવે છે.

અહીંથી કોઇ પણ પાણી કે અન્નનો દાણો અથવા પ્રસાદ પણ ઘરે લઇને નથી જઇ શકતું.

અહી લોકો સાથે વાત પણ નથી કરવામાં આવતી, તેમજ કોઇ વ્યક્તિ કોઇને ટચ પણ નથી કરી શકતું કે ના તો પાછા ફરીને જોઈ શકે છે.

એવી માન્યતા છે કે જો તમે પાછા વળીને જોશો, તો ત્યાં હાજર નકારાત્મક શક્તિઓ તમને ઘેરી લે છે.

More Web Stories