આજથી શરુ થતી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી પર ભૂલથી પણ ન કરશો આ કામ.

અષાઢ માસની ગુપ્ત નવરાત્રી 6 જુલાઈથી શરુ થઈને 15 જુલાઈ સુધી ઉજવવામાં આવશે.

નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે, જેમાંથી બે વખત ગુપ્ત નવરાત્રી અને બે વખત સામાન્ય નવરાત્રી ઉજવવામાં આવે છે.

જેમાં માઘ અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી ઉજવવામાં આવે છે જેમાં ગુપ્ત સાધનાનું વધુ મહત્ત્વ છે.

નવરાત્રિમાં આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, એવામાં જાણીએ કે નવરાત્રી દરમિયાન આ ભૂલો ન કરવી જોઈએ.

ગુપ્ત નવરાત્રિ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગંદકી તમારા જીવનમાં ગરીબી લાવી શકે છે.

ગુપ્ત નવરાત્રિ દરમિયાન, વ્યક્તિએ તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, તેમજ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ ન કપાવવા જોઈએ, તેમજ બાળકોનું મુંડન સંસ્કાર પણ ન કરાવવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન મોડે સુધી ન સૂવું જોઈએ, તેમજ ખાસ કરીને જેઓ નવ દિવસ ઉપવાસ કરે છે.

ગુપ્ત નવરાત્રી દરમિયાન પતિ-પત્નીએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ અને ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

More Web Stories