સીએનજી શું છે ? તે શેમાંથી બને છે ?
વા હનો પેટ્રોલ કે ડિઝલ વડે ચાલે છે પરંતુ હવે વાહનો માટે પેટ્રોલ કે ડિઝલને સ્થાને સીએનજી નામનું નવું ઇંધણ વપરાય છે. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, નેચરલ ગેસને ખૂબ જ દબાણ હેઠળ સંકોચી સીએનજી મેળવાય છે. ગેસનું વિજ્ઞાાન જાણવા માટે તે શું છે તે સમજવું પડે. ક્રૂડ કે કુદરતી તેલ ચીકણું કાળુ ઘટ્ટ પ્રવાહી છે. તેમાંથી કેરોસીન, ડિઝલ, અને પેટ્રોલ સહિત ઘણી બધી પેટ્રોલિયમ પેદાશો મળે છે. પરંતુ નેચરલ ગેસ એ હાઈડ્રોકાર્બન પ્રકારના વાયુ છે જેમાં કાર્બન અને હાઈડ્રોજનના અણુઓનું સંયોજન હોય છે. મીથેન, પેન્ટેન, હેકઝેન વગેરે હાઈડ્રોકાર્બન વાયુઓ છે. આ વાયુઓ ઇંધણ તરીકે વાપરી શકાય છે. તેલના કૂવામાંથી કૂડ અને નેચરલ ગેસ એક સાથે મળી આવે છે. નેચરલ ગેસનું શુદ્ધિકરણ કરીને ઉપયોગમાં લેવાય છે સીએનજી બળે ત્યારે પ્રદુષણ ઉત્પન્ન કરતું નથી એટલે તેને ગ્રીન ફ્યુઅલ કહે છે. સીએનજી વડે ચાલતા વાહનોના એન્જિનની રચના પણ થોડી જુદી હોય છે.