Get The App

વિશ્વની પ્રથમ યુનિવર્સિટી : નાલંદા વિદ્યાપીઠ

Updated: Dec 23rd, 2017

GS TEAM


Google News
Google News
વિશ્વની પ્રથમ યુનિવર્સિટી : નાલંદા વિદ્યાપીઠ 1 - image

ભારત પ્રાચીન કાળમાં વિદ્યાનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ભારતમાં હતી. પાંચમી સદીમાં મૌર્યવંશના શાસન દરમિયાન આજના બિહારમાં સ્થાપવામાં આવેલી નાલંદા વિદ્યાપીઠમાં દેશવિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવતા.

૧૨મી સદી સુધી ચાલુ રહેલી આ વિદ્યાપીઠમાં ચીન, શ્રીલંકા, કોરિયા વગેરે એશિયન દેશોના વિદ્યાર્થીઓ ભણતા.

લગભગ ૨૦૦૦ શિક્ષકો ૧૦૦૦૦ વિદ્યાર્થીઓને જાત જાતની વિદ્યાઓ શીખવતા. તેમાં આધ્યાત્મ, વ્યાકરણ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, ગણિત ,તેમજ તબીબી વિદ્યાઓ મુખ્ય હતી.

આજે બિહારમાં નાલંદા વિદ્યાપીઠના ખંડેરો જોવા મળે છે. વિદ્યાપીઠમાં નવ માળની લાયબ્રેરી અને બૌધ્ધ સાધુઓને રહેવાની સગવડ હતી.

પાંચમીથી બારમી સદી સુધી ભારતના તમામ રાજાઓએ નાલંદાના વિકાસમાં ફાળો આપેલો. ચીનના પ્રસિદ્ધ પ્રવાસી હ્યુ સાંગ અને ફી હાન નાલંદાના વિદ્યાર્થી હતા.

આજે બિહારમાં નાલંદાના ખંડેરોમાં નવ મઠ અને બૌદ્ધ મંદિર છે. આ સ્થળે ખોદકામ દરમિયાન ઘણાં પગથિયાં વાળા બાંધકામ મળી આવેલા. નાલંદાના મુખ્ય બૌદ્ધ સ્તૂપમાં બુદ્ધની વિશાળ પ્રતિમા છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :