Get The App

સાચા મિત્રો .

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
સાચા મિત્રો                                           . 1 - image

- એક વાર્તા... બે ભાષામાં!

Naila Vohra

એક સમયની વાત છે. આરવ, બંટી અને ચિન્ટુ નામના ત્રણ પાકા મિત્રો હતા. તેઓ એક જ શેરીમાં રહેતા હતા અને એક જ શાળામાં ભણતા હતા.

આરવ હોશિયાર, માયાળુ અને મહેનતુ હતો. તેને પુસ્તકો વાંચવા, માતા-પિતાને મદદ કરવી અને શિક્ષકોને માન આપવું ગમતું હતું. તે હંમેશા સાચું કામ કરવાનો પ્રયત્ન કરતો.

બંટી અને ચિન્ટુ અલગ હતા. તેમને ખરાબ આદતો હતી. તેઓ હોમવર્ક ન કરતા, જૂઠું બોલતા અને બીજાં બાળકોની મજાક ઉડાવતા. તેમને ભણવું ગમતું નહોતું અને તેઓ પોતાનો મોટા ભાગનો સમય બગાડયા કરતા. 

આરવ ઘણીવાર તેમને સલાહ આપતો, 'મિત્રો, આપણે ભણવું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ. તે આપણને ભવિષ્યમાં મદદ કરશે.' પણ બંટી અને ચિન્ટુ હસીને કહેતા, 'જીવન જલસા કરવા માટે છે! આટલી બધી મહેનત શું કામ કરવી?'

ધીરે ધીરે આરવ ઉદાસ રહેવા લાગ્યો. તેણે નોંધ્યું કે દોસ્તારોની ખરાબ આદતોની અસર તેના પર પણ પડી રહી છે. એક દિવસ તેને એક મહત્વની વાત સમજાઈ - 'જો તમારે સારું બનવું હોય, તો તમારે સારા લોકો સાથે રહેવું જોઈએ.'

તેથી આરવે એક હિંમતભર્યો નિર્ણય લીધો. તેણે ધીમે ધીમે પોતાના જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનું બંધ કર્યું અને એવા મિત્રો બનાવવાનું શરૂ કર્યું જેઓ દયાળુ, પ્રામાણિક અને મહેનતુ હતા.

બંટી અને ચિન્ટુએ આ જોયું, ત્યારે તેઓ હસ્યા અને બોલ્યા, 'તને લાગે છે કે તું હવે બહુ હોશિયાર થઈ ગયો છે? તું અમારા મિત્ર બનવાને લાયક જ નથી!'

વર્ષો વીતી ગયા. આરાવએ સારી રીતે અભ્યાસ કર્યો, તેના શિક્ષકોનું માન્યું અને સખત મહેનત કરી. તે મોટો થઈને એક સફળ અને આદરણીય વ્યક્તિ બન્યો.

બંટી અને ચિન્ટુએ પોતાની આદતો ન બદલી. તેમના બેજવાબદાર વર્તનને કારણે તેઓ જીવનમાં સફળ થઈ શક્યા નહીં. તેઓ ખાસ ભણ્યા નહીં, સારી કરીઅર બનાવી શક્યા નહીં. તેમની આર્થિક સ્થિતિ કથળેલી રહી. તેમનું પારિવારિક જીવન સુખી નહોતું. આ બાજુ, આરવ ખૂબ ભણ્યો, ઊંચી ડિગ્રીઓ લીધી, ઉત્તમ કારકિર્દી બનાવી. તે સરસ કમાતો હતો, તેનું જીવનધોરણ ખૂબ ઊંચું હતું. એનું કૌટુંબિક જીવન પણ સંતોષકારક હતું.  

એક દિવસ તેઓ આરવને મળ્યા અને તેમને ખૂબ શરમ આવી. 

તેમણે કહ્યું, 'અમે ખોટા હતા. તેં સાચા મિત્રો અને સાચો રસ્તો પસંદ કર્યો હતો.'

આરવ દયાભાવ સાથે હસ્યો અને જવાબ આપ્યો, 'શીખવા અને બદલાવા માટે ક્યારેય મોડું નથી થતું.'

બોધઃ સારા મિત્રો આપણને આગળ વધવામાં મદદ કરે છે. ખરાબ મિત્રો આપણી સફળતાને રોકી શકે છે. તેથી મિત્રોની પસંદગી સમજદારીથી કરો.

Right Friends

Once upon a time, there were three close friends named Aarav, Bunty, and Chintu. They lived on the same street and went to the same school.

Aarav was smart, kind, and hardworking. He liked reading books, helping his parents, and respecting his teachers. He always tried to do the right thing.

Bunty and Chintu were different. They had bad habits. They skipped homework, told lies, and laughed at other children. They did not like studying and wasted most of their time.

Aarav often advised them, “Friends, we should study and behave well. It will help us in the future.” But Bunty and Chintu only laughed and said, “Life is for fun! Why work so hard?”

Slowly, Aarav began to feel sad. He noticed that their bad habits were affecting him too. One day, he realized something important — to become good, you must stay with good people.

So Aarav made a brave decision. He politely stopped spending time with his old friends and started making friends who were kind, honest, and hardworking.

When Bunty and Chintu saw this, they laughed and said, “You think you are smart now? You are not suitable to be our friend!”

Years passed. Aarav studied well, listened to his teachers, and worked hard. He grew up to become a successful and respected person.

Bunty and Chintu did not change their habits. Because of their irresponsible behavior, they could not succeed in life. They did not study much, and they could not build a good career. Their financial condition remained poor. Their family life was not happy. On the other hand, Aarav studied a lot, obtained high degrees, and built an excellent career. He was earning well, and his standard of living was very high. His family life was also satisfying

 One day, they met Aarav and felt ashamed.

They said, “We were wrong. You chose the right friends and the right path.”

Aarav smiled kindly and replied, “It’s never too late to learn and change.”

Moral :  Good friends help us grow. Bad friends can stop our success. Choose your friends wisely.