થર્મોમીટર વિશે આ જાણો છો?
થર્મોમીટર એટલે ગરમી માપવાનું સાધન તે તો તમે જાણો છો. લેબોરેટરી ઉપરાંત ઘણા ક્ષેત્રે વાતાવરણની ગરમી તેમજ કોઈ પદાર્થ કે પ્રવાહીની ગરમીનું માપ ઘણું ઉપયોગી છે. માણસને તાવ આવે ત્યારે પણ શરીર કેટલું ગરમ છે તે જાણવું પડે.
ગરમી માપવા માટે ઘણા વિજ્ઞાાનીઓએ જાતજાતના સાધનો બનાવેલા. તેમાં ગેલિલિયો અને ન્યુટન મુખ્ય છે. વ્યવહારમાં ઉપયોગી થાય તેવું થર્મોમીટર ડેનિયલ ફેરનહિટ નામના વિજ્ઞાાનીએ શોધેલું.
તેણે પારાનો ઉપયોગ કરેલો. પારો ધાતુ હોવા છતાંય પ્રવાહી છે અને ગરમીનો સુવાહક છે. ફેરનહીટે શોધેલા કાચની નળીના થર્મોમીટરને ડોક્ટરો દર્દીનો તાવ માપવામાં ઉપયોગ કરવા લાગ્યા.
થર્મોમીટર કાચની પોલી ભૂંગળી જેવું હોય છે. તેના એક છેડે ગોળાકાર હોય છે તેમાં પારો ભરેલો હોય છે. પારાને સહેજ પણ ગરમી મળે તો વિસ્તાર પામીને ભૂંગળીમાં ઊંચે ચડે. કેટલો ઉંચે ચડયો તે જાણવાથી ગરમીનું માપ નીકળે. ફેરનહીટે નળી પર ૩૨થી શરૃ કરી તે આંક પાડેલા.
ત્યારબાદ સેલ્શિયસ નામના વિજ્ઞાાનીએ પણ થર્મોમીટર શોધ્યું. તેણે શૂન્યથી શરૃ કરીને આંક પાડી મેટ્રિક પધ્ધતિ અપનાવી. ગરમીનું માપ આ બંને વિજ્ઞાાનીઓના નામ પરથી ફેરનહીટ અને સેલ્શિયસ ડિગ્રી કહેવાય.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar