શ્વસનતંત્રનું જાણવા જેવું
* પ્રાણીજગત નાક દ્વારા શ્વાસમાં હવા લઈને તેમાંથી ઓક્સિજન મેળવી જીવે છે. શ્વસનતંત્રમાં નાક, શ્વાસનળી અને ફેફસાં મુખ્ય અવયવો છે.
* માણસનું જમણું ફેફસું ડાબા કરતાં સહેજ મોટું હોય છે.
* ફેફસા ઉપરાઉપરી મજબૂત આવરણમાં સચવાયેલા છે. આવરણનું કુલ ક્ષેત્રફળ ટેનિસના મેદાન જેવડું થાય.
* ફેફસામાં આવેલી રક્તવાહિનીઓને એકબીજા સાથે જોડીએ તો ૧૬૦૦ કિલોમીટર લાંબી સાંકળ બને.
* આરામના સમયમાં માણસ દર મિનિટે લગભગ ૧૦ લીટર હવા શ્વાસમાં લે છીએ.
* ઉચ્છવાસ દ્વારા બહાર ફેંકાતી હવાનું તાપમાન વધુ હોય છે.
* પુખ્ત વયનો માણસ એક મિનિટમાં લગભગ ૧૨ થી ૧૮ વખત શ્વાસ લે છે.
* ઓચિંતો વધુ પડતો પ્રકાશ આંખ ઉપર આવે ત્યારે ઓપ્ટિક નર્વ આંખની કીકીને નાની કરવા પ્રતિક્રિયા કરે છે. ઓપ્ટિક નર્વની નજીક રહેલી ટ્રીગમીનલ નર્વ પણ પ્રતિક્રિયા કરે છે અને માણસને છીંક આવે છે.
* મોટાભાગના માણસો વધુમાં વધુ એક મિનિટ શ્વાસ રોકી શકે છે.